તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
કૃષ્ણા અભિષેક ૩ બીએચકેનો ફલેટ રહેવા માટે નહીં પણ ખાલી જૂતા અને કપડા રાખવા ખરીદયો !
અભિનેતા દર ૬ મહિને પોતાનું કલેકશન અપડેટ કરે છેઃ અર્ચના પુરણસિંહની યુ ટયુબ ચેનલ પર કર્યો ખુલાસો

મુંબઈ, 26 જાન્યુઆરી 2025: કોમેડિયન-એક્ટર કૃષ્ણા અભિષેકે જૂતાનો એટલો શોખ છે કે તેણે તેને રાખવા માટે એક અલગ જ ફ્લેટ ખરીદ્યો છે. દ ગ્રેટ ઈંડિયન કપિલ શોથી લઈને બિગ બોસ અને લાફ્ટર શેફ જેવા કેટલાય રિયાલિટી શોમાં આવીને દર્શકોનું મનોરંજન કરાવતા કૃષ્ણા અભિષેકે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, તેણે એક 3 બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો. રહેવા માટે નહીં, પણ ખાલી જૂતા અને કપડા રાખવા માટે. આ ફ્લેટનો એક સ્ટોર હાઉસ તરીકે ઉપયોગ કરે છે. એટલું જ નહીં કૃષ્ણા દર 6 મહિનામાં પોતાના જૂતા અને કપડાનું આ કલેક્શન અપડેટ કરતો રહે છે.
કૃષ્ણાએ હાલમાં અર્ચના પૂરણ સિંહની યૂટ્યૂબ ચેનલ પર દેખાયો હતો, જ્યાં ધ ગ્રેટ ઈંડિયન કપિલ શોની જજ અર્ચનાએ તેને લંચ કરાવ્યું. આ દરમ્યાન કૃષ્ણા અભિષેકે જૂતાને લઈને પોતાના પ્રેમ વ્યક્ત કર્યો હતો. એક્ટરે જણાવ્યું હતું કે, તે કેવી રીતે જૂતાનું કલેક્શન બનાવે છે. કૃષ્ણાએ જણાવ્યું કે, તેની પાસે ઢગલાબં જૂતા છે અને તેને રાખવા માટે તેણે એક અલગ ઘર લીધું છે. કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે, મેં એક ઘર ખરીદ્યું છે અને તેને બુટીકમાં બદલી નાખ્યું છે. આ વાત સાંભળી અર્ચનાના પતિ પરમીત શોક્ડ રહી ગયો.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
