<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડવા AAP તૈયાર

ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનો AAPનો દાવો : ઈસુદાન ગઢવીએ કહ્યું - બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા AAP તૈયાર છે. ભાજપને હરાવવા કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનો AAP દ્વારા દાવો કરાયો છે. ગઠબંધનને લઈ AAP પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણવ્યું કે, કોંગ્રેસ સાથે લોકસભામાં AAP એ ગઠબંધન અને ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. 

  ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું. ભાજપના સાશનથી મુક્તિ અપાવવા માટે AAP ગઠબંધન કરવા તૈયાર હોવાનું ઈસુદાને કહ્યું હતું

(6:53 PM IST)