તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
મોરબીની વાવડી ચોકડી નજીક ગેરકાયદે પશુની હેરાફેરી કરનાર બે આરોપીઓ વિરુદ્ધ ગુનો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરની વાવડી ચોકડી નજીકથી ગૌરક્ષકોની ટીમે ગેરકાયદે અબોલ જીવોને કતલખાને ધકેલતા વાહન ઝડપી લઈને બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા હતા જે મુદામાલ પોલીસને સોપવામાં આવતા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નવી પીપળી ગામે રહેતા વૈભવ જીતેશ જાલરીયાએ આરોપીઓ ભાવેશ રમેશ સિંધવ અને મેહુલ સંજય સિંધવ( રહે બંને ભક્તિનગર સર્કલ મોરબી વાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલેરો કાર જીજે ૩૬ વી ૭૯૪૦ માં ભેંસ નંગ ૦૨ ને દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના લઈને નીકળતા ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
