<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

યુએસ ફેડની બેઠક; બજેટ,કોર્પોરેટ પરિણામો અને ભારતીય શેરબજારની દિશા અને દશા નક્કી કરશે

વિદેશી ફંડોનું વલણ, US ડોલર સામે રૂપિયાની ચાલ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પણ બજાર સેન્ટીમેન્ટ પર વ્યાપક પ્રમાણમાં અસર કરશે

મુંબઈ : નવા સપ્તાહમાં US ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગે નિર્ણય, કેન્દ્રીય બજેટ તથા કોર્પોરેટ જગતના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો ભારતીય શેરબજારની દિશા અને દશા નક્કી કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.
આ ઉપરાંત વિદેશી ફંડોનું વલણ, US ડોલર સામે રૂપિયાની ચાલ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પણ બજાર સેન્ટીમેન્ટ પર વ્યાપક પ્રમાણમાં અસર કરશે.

વૈશ્વિકસ્તરે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) પોલિસી માટેની બેઠક નવા સપ્તાહમાં યોજાશે, જે ભારત ઉપરાંત સમગ્ર વિશ્વના બજારો માટે ખૂબ જ મહત્વની છે. ભારતીય શેરબજાર માટે FII ફ્લો ખૂબ જ મહત્વ ધરાવે છે, અત્યાર સુધીમાં વિદેશી ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં વેચવાલીનું વલણ અપનાવ્યું છે.

વીતેલા સપ્તાહ દરમિયાન BSE સેન્સેક્સ 428.87 પોઇન્ટ એટલે કે 0.55 ટકા જ્યારે નિફ્ટી 111 પોઇન્ટ એટલે કે 0.47 ટકા ગગડ્યા હતા.
આગામી સપ્તાહમાં ટાટા સ્ટીલ, બજાજ ઓટો, મારુતિ, ટાટા મોટર્સ, ONGC અને ઈન્ડસઈન્ડ બેન્ક જેવી કંપનીઓ તેમના કોર્પોરેટ પરિણામો જાહેર કરશે.

(10:13 PM IST)