<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

હિંમતનગરમાં કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર કોંગ્રેસના બે જૂથના લોકો વચ્ચે મારામારી

ભરચક બજાર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થતા અફરાતફરી મચી જવા પામી

હિંમતનગરમાં કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર કોંગ્રેસના બે જૂથના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. પ્રજાસત્તાક પર્વની કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. કોંગ્રેસમાં વકરેલો આંતરિક જૂથવાદ મારામારી પર આવી પહોંચ્યો છે. એક જૂથના મોટા ટોળા સ્વરૂપે આવી મારામારી કરી હતી. હુમલો કરતા અંદરો અંદર બંને જૂથે સામ સામે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા.

  ભરચક બજાર વિસ્તારમાં, કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થતા અફરાતફરી મચી જવા પામી હતી. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા, હિંમતનગર ખાતે કોંગ્રેસના જિલ્લા કાર્યાલયમાં પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો હતો. પૂર્વ અને વર્તમાન પ્રમુખને લઈને જૂથવાદ સર્જાયો હોવાના મુદ્દે મારામારી થવા પામી હોવાનું ચર્ચાઈ રહ્યું છે

(6:25 PM IST)