News of Sunday, 26th January 2025
સુરતમાં સિવિલ હોસ્પિટલ પાસે એક યુવક સિટી બસ નીચે સૂઈ ગયો : ભારે ટ્રાફિક જામ સર્જાયો
હાજર લોકોએ માનવતા દાખવીને ભારે જહેમત બાદ તેને બસ નીચેથી બહાર કાઢ્યો:યુવક માનસિક બીમાર હોવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો

સુરતમાં સિવિલ હોસ્પિટલ પાસે એક યુવક સિટી બસ નીચે સૂઈ ગયો હતો જેને લઈને ત્યાં ભારે ટ્રાફિક જામ થયો હતો. ત્યાં હાજર લોકોએ માનવતા દાખવીને ભારે જહેમત બાદ તેને બસ નીચેથી બહાર કાઢ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
મળતી માહિતી મુજબ સુરતના સિવિલ હોસ્પિટલ પાસે સિટી બસ ઉભી રહી ત્યારે એક યુવક બસની નીચે આવીને સુઈ ગયો હતો. યુવક સિટી બસ નીચે ઘુસી જતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મુસાફરો પણ બસમાંથી નીચે ઉતરી ગયા હતા. બીજી તરફ ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકને બસ નીચેથી બહાર નીકળી જવા સમજાવ્યો હતો તેમ છતાં યુવક બહાર નીકળ્યો ના હતો. લોકોએ ભારે જહેમત બાદ તેને બસ નીચેથી બહાર કાઢ્યો હતો.
સુરત સીટી બસની નીચે ઘૂસી ગયેલો યુવક માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. લોકોએ માનવતા દાખવીને તેને બસની નીચેથી બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ ઘટનાને લઈને ત્યાં ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
