<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિરમાં નિવૃત્ત થનાર પટાવાળા બહેનના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: સ્ત્રી અધ્યાપન મંદિર,  રાજપીપળામાં 76 માં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. ધ્વજવંદન આગામી સમયમાં વય નિવૃત થનાર પટાવાળા સુમિત્રાબેન પાટણવાડીયાના હસ્તે કરવામાં આવેલ. બાદમાં ઈ.આચાર્ય ડો. વિમલ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે હાલના સમયમાં માત્ર ગુણ લક્ષી, નોકરી લક્ષી કે પરીક્ષા લક્ષી શિક્ષણને બદલે વિદ્યાર્થીને મૂલ્યલક્ષી અને નૈતિક લક્ષી શિક્ષણની જરૂર હોય, એક શિક્ષક તરીકે આપણી ફરજ સમાજના સારા નાગરિક ઘડવા માટેની છે એમ કહી સૌને મૂલ્ય શિક્ષણ આપવા જણાવ્યું હતું. બાગમાં પ્રયોગશાળાના ધોરણ 1 થી 8 ના બાળકો અને પીટીસીની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવેલ.

(10:09 PM IST)