તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
નડિયાદના અંધારી આબલી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા
નિરક્ષર મહિલા સરપંચના પુત્ર તમામ દાખલાઓમાં સરપંચની ખોટી સહી અને સિક્કા કરતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

નડિયાદ તાલુકાના અંધારી આબલી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા છે. મહિલા સરપંચની જગ્યાએ તેમના પુત્ર દ્વારા સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. નિરક્ષર મહિલા સરપંચના પુત્ર તમામ દાખલાઓમાં સરપંચની ખોટી સહી અને સિક્કા કરતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
ગામ લોકોને ખોટી રીતે હેરાન કરવા અને મન ફાવે તેમ વર્તન કરવાનો અરજદારે આક્ષેપ લગાવ્યો હતો. કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓને વીડિયો પુરાવા સાથે લેખિતમાં અરજી કરવામાં આવતા કાર્યવાહી કરાઈ છે.
આ અંગે મહિલા સરપંચે પોતાના બચાવ પક્ષમાં કહ્યું કે, અદેખાઈથી સમગ્ર કાવતરું રચીને મને સસ્પેન્ડ કરાવવામાં આવ્યા છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
