તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
ભાવનગરના વરતેજના સોડવદરા ગામે ગાંજાનુ વાવેતર ઝડપાયું
એસ.ઓ.જી અને વરતેજ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગાંજાના 70 છોડ કબજે લીધા: વાલજીભાઈ સોલંકીની વાડીમાં ગાંજાનું વાવેતર

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક હેઠળના સોડવદરા ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ભાવનગર એસ.ઓ.જી અને વરતેજ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગાંજાના 70 છોડ કબજે લીધા હતા. સોડવદરા ગામે વાલજીભાઈ સોલંકીની વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
બાતમી મળ્યા બાદ, દરોડા પાડતા અન્ય પાકની આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે 2 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના 52 કિલો ગાંજાના છોડ કબજે કરીને, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
