<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

રાજ્યનાં હવામાનમાં આવશે પલટો : અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે: અંબાલાલ પટેલની આગાહી

જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં ફેરફારો થશે

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે.

  દરમિયાન આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય તાપમાન ઘટતા ફરી ઠંડી અનુભવાઈ છે. ડીસામાં 10.8 અને પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અન્ય શહેરમાં 12 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે

(9:22 PM IST)