તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન

તાપીઃ તાપી ખાતે 76 માં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાજીપુરા સુમુલ ડેરી ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરવામાં આવી હતી. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાયો હતો.. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:
કેબિનેટ મંત્રીઓ
- કનુભાઈ દેસાઈ - વલસાડ
- ઋષિકેશ પટેલ - બનાસકાંઠા
- રાઘવજીભાઈ પટેલ - રાજકોટ
- બળવંતસિંહ રાજપૂત - મહેસાણા
- કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ
- મુળુભાઈ બેરા - જામનગર
- ડૉ. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર
- ભાનુબેન બાબરિયા - અમદાવાદ
રાજ્ય કક્ષાના મંત્રીઓ
- હર્ષ સંઘવી - ગાંધીનગર
- જગદીશ વિશ્વકર્મા - ખેડા
- પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ
- બચુભાઈ ખાબડ - દાહોદ
- મુકેશભાઈ પટેલ - નવસારી
- પ્રફુલ પાનશેરીયા - સુરત
- ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર
- કુંવરજીભાઈ હળપતિ - ભરૂચ
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
