<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

ગરુડેશ્વર પોલીસે નાસરી ગામમાં જુગાર પર છાપો મારી રૂ.૮૨.૭૩૦ના મુદ્દામાલ ઝડપી પાડયો

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાસરી ગામમાં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી જુગારીઓને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા

   મળતી વિગતો અનુસાર ગરુડેશ્વર પોલીસ ને મળેલી બાતમીના આધારે નાસરી ગમમાં ચાલતા જુગાર ઉપર રેડ કરી (૧) સુમનભાઇ પુનાભાઇ તડવી (૨) મહેન્દ્રભાઇ ભુદરભાઇ તડવી(૩) મહેન્દ્રભાઇ ભુરાભાઇ તડવી (તમામ રહે.નાસરી, તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૧૧,૪૫૦ તથા દાવ ઉપરનારૂ ૧૨૮૦ મળી જુગારના રોકડા કુલ રૂ.૧૨,૭૩૦ મળી આવેલ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦, ૦૦૦ તથા મો.સા નંગ-૨ કિંમત રૂ.૬૦,૦૦૦ મળી કૂલ કિ.રૂ.૮૨.૭૩૦ના મૂદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે બીજા ભાગી જનાર શખ્શોમાં (૪) દિપકભાઇ હીરાભાઇ તડવી(૫) નવલસિંગભાઇ કમલેશભાઇ તડવી(૬) બાબુભાઇ કરશનભાઇ ભીલ (૭) વિપીનભાઇ મંગુભાઇ ભીલ (તમામ રહે.નાસરી તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓએ નાસી જઇ ગુનો કરતા તમામ સાત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:08 PM IST)