તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વનાળા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા
યુવક પર અજાણ્યા આરોપીઓએ હુમલો કરી તિક્ષ્ણ હથિયારોથી ઘા કરી હત્યા કરી ફરાર થઈ ગયા :પ્રેમ સંબંધમાં હત્યા થયાની આશંકા

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વનાળા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ. રાતના સમયે યુવક પર અજાણ્યા આરોપીઓએ હુમલો કરી તિક્ષ્ણ હથિયારોથી ઘા કરી હત્યા કરી ફરાર થઈ ગયા છે. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા પ્રેમ સંબંધમાં થયેલ હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
ચુડા પોલીસ અને DYSP સહિતનો પોલીસ કાફલો વનાળા પોહોચી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે, યુવકની હત્યા અંગે અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરી છે
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
