<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

મહીસાગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જતા શિક્ષકનું અકસ્માતમાં કરૂણ મોત

બાબલીયા બોરવાઈ રોડ પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નવા વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

મહીસાગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જઈ રહેલા એક શિક્ષકનું અકસ્માતમાં કરૂણ મોત થયું છે. બાબલીયા બોરવાઈ રોડ પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નવા વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ ઘરેથી શાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે

(8:16 PM IST)