પાંચ વર્ષમાં ૧૭ કરોડ નવી તકો ઉભી થશે : ૯ કરોડ નોકરીઓ ગુમાવશે : ટેકનોલોજી અને આબોહવા પરિવર્તનની અસર રોજગાર પર દેખાશે,૨૦૩૦ સુધીમાં વૈશ્વિક સ્તરે ૨૨% નોકરીઓ પ્રભાવિત થશે,ડિજિટલ ક્રાંતિના હસ્તક્ષેપની સૌથી મોટી અસર : જોબ માર્કેટ ડેટા નિષ્ણાતો માને છે કે કામ માટે ડિજિટલ એક્સેસ સૌથી મોટો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, ૬૦ ટકા નોકરીદાતાઓ ૨૦૩૦ સુધીમાં તેમના વ્યવસાયમાં પરિવર્તન લાવવાની અપેક્ષા રાખે છે. આમાં, AI, માહિતી ટેકનોલોજી, રોબોટિક્સ, ઓટોમોટિવ વગેરે દ્વારા ખાસ ભૂમિકા ભજવવામાં આવશે, આનાથી નોકરીઓ પર વિવિધ અસરો થવાની અપેક્ષા છે10:53 AM IST
જલગાંવમાં મોટી ટ્રેન દુર્ઘટના : પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગ્યાની અફવાથી અનેક લોકો કુદયા :બીજીતરફથી આવતી ટ્રેન નીચે કચડાયા : 8 લોકોના મોત : પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ:મુસાફરો ચાલતી ટ્રેનમાંથી કૂદવા લાગ્યા : અકસ્માત જલગાંવના પરાંડા સ્ટેશન પાસે થયો: બીજી ટ્રેન પાટા પર આવતા લોકો ફસાઈ ગયા7:21 PM IST
પોલીસે ગંગા પૂજા દરમિયાન ભક્તોને માર માર્યો: યુવકનો પગ ભાંગી ગયો:ગ્રામજનો દ્વારા ચક્કાજામ:કાર્યવાહીની માંગ : ફર્રુખાબાદ પોલીસે ગંગાજીની પૂજા દરમિયાન ભક્તોને નિર્દયતાથી માર્યા જેમાં એક યુવકનો પગ તૂટ્યો અને ઘણા લોકો ઘાયલ થયા:પોલીસ પર દાગીનાની લૂંટનો પણ આરોપ:ગુસ્સે ભરાયેલા ભક્તોએ ગંગા પુલને બ્લોક કરી દીધો11:31 PM IST
ફીજીના વડા પ્રધાન સિટેની લિગામામાડા રાબુકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'દુનિયાના બોસ' ગણાવ્યા: 'સબકા સાથ, સબકા વિકાસ' યોજનાની પ્રશંસા કરી : ધાનમંત્રી મોદી પ્રત્યે વૈશ્વિક સ્તરે પ્રશંસાનો આ વરસાદ તેમને અને તેમના નેતૃત્વને એક મજબૂત વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરે છે:મોદીના નેતૃત્વમાં, ભારત માત્ર આર્થિક મહાસત્તા તરીકે જ નહીં, પરંતુ એક પ્રેરણાદાયી રાષ્ટ્ર તરીકે પણ ઉભરી આવ્યું છે.9:57 PM IST
પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર જીવલેણ હુમલો: અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું :સોનુ-મોનુ ગેંગનું નામ ખુલ્યું : મોકામા બ્લોકના નૌરંગા-જલાલપુર ગામમાં કુખ્યાત ગુનેગાર સોનુ-મોનુ ગેંગે અનંત સિંહ પર ગોળીબાર કર્યો:મોકામાના પૂર્વ ધારાસભ્ય હુમલા થતા બચી ગયા :ફાયરિંગની ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું 9:05 PM IST
ગણતંત્ર દિન ઉજવણી અંતર્ગત નવી દિલ્હીમા વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા : વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે, આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું2:58 PM IST
PPE કિટની ખરીદીમાં કરોડોનું કૌભાંડ : CAGના રિપોર્ટમાં ઘટસ્ફોટ :કેરળમાં વિપક્ષોએ નિશાન સાધ્યું : રિપોર્ટમાં આરોપ છે કે કંપનીને ફાયદો પહોંચાડવા સૈન ફાર્મા નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરાયો :આ કંપની સૌથી વધુ ભાવે કિટ વેચતી હતી, તેમ છતાં આ કોન્ટ્રાક્ટ કંપનીને અપાયો અને કંપનીને 100 ટકા રકમ ચૂકવાઈ1:15 PM IST
જનતા કહે છે ફરી ખાશે : 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમમાં હજારો કાર્યકરોને પીએમ મોદીએ ' મોટી જીત ' માટે લક્ષ્ય આપ્યું : પીએમ મોદીએ દિલ્હીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો:'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમમાં હજારો બૂથ કાર્યકરોને સંબોધિત કર્યા :આમ આદમી પાર્ટીના 'કેજરીવાલ ફરી આવશે'ના નારા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે તેઓ ફરી આવશે, પરંતુ જનતા કહી રહી છે કે તેઓ ફરીથી ખાશે.1:59 PM IST
બુલંદશહેરમાં બેટરી રિસાયક્લિંગ ફેક્ટરીમાં ગેસ લીક: બે કામદારોના મોત:પરિવારજનોએ હોબાળો મચાવ્યો :એક કરોડના વળતરની માંગ : બુલંદશહેરના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત લિથિયમ બેટરી રિસાયક્લિંગ ફેક્ટરીમાં દુર્ઘટના :રસાયણોના મિશ્રણ દરમિયાન ગેસ છોડવાને કારણે બે કામદારોના મોત:પીડિતાના પરિવારજનો અને ગ્રામજનોએ ફેક્ટરીના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું 9:20 PM IST
આગામી પાંચ વર્ષમાં 17 કરોડ નોકરીનો વધારો થશે :9.2 કરોડ નોકરીઓ સમાપ્ત થશે :ક્યાં સેક્ટરને થશે અસર? : WEF રિપોર્ટ : આગામી વર્ષોમાં નોકરીઓ પર ટેક્નોલોજીની નોંધપાત્ર અસર પડશે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ગ્રીન ટ્રાન્ઝિશન અને ડેમોગ્રાફિક ચેન્જ પણ નોકરીઓ પર અસર કરશે: ડિજિટલ ક્રાંતિની દખલગીરીની અસર નોકરીઓ પર પડશે. 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 22 ટકા નોકરીઓ પ્રભાવિત થશે.9:19 PM IST
દિલ્હીમાં ટ્રાફિક એડવાઈઝરી જારી: ફુલ ડ્રેસ રિહર્સલને કારણે આ રસ્તાઓ પર 'નો એન્ટ્રી' રહેશે નહીં : જાણો વૈકલ્પિક માર્ગ : પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા 23 જાન્યુઆરીએ યોજાનાર ફુલ ડ્રેસ રિહર્સલને કારણે દિલ્હીમાં ઘણા માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે. સવારે 10.30 વાગ્યાથી વિજય ચોકથી લાલ કિલ્લા સુધીના રસ્તા પર વાહનવ્યવહાર બંધ રહેશે. 11:34 PM IST
યુએસ સિટિઝનશિપ મેળવવું હવે આસાન નહીં: ટ્રમ્પ હવે જન્મસિદ્ધ નાગરિકતા કાયદો ખતમ કરશે : ભારતીયો પર શું અસર પડશે? : અમેરિકન ઈમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર થશે: અમેરિકામાં 48 લાખથી વધુ ભારતીયો રહે છે :અમેરિકામાં એવા લાખો બાળકોની નાગરિકતા પર અસર થશે જેમનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય પરંતુ તેમના માતા-પિતા વર્ક વિઝા પર ત્યાં છે12:06 AM IST
ગ્વાલિયરમાં ભાડુઆતની છોકરીને થાંભલા સાથે બાંધીને માર માર્યો :માતા પર પણ અત્યાચાર ગુજાર્યો : મધ્યપ્રદેશના ગ્વાલિયરના ડાબરા તાલુકામાં ઘર ખાલી કરવાના વિવાદમાં બુલિયન ટ્રેડર્સના કર્મચારીઓએ ભાડુઆતની છોકરીને થાંભલા સાથે બાંધીને માર માર્યો: તેની માતાને પણ માર માર્યો :બુલિયન વેપારીની પત્ની અને માતા-પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો.12:15 AM IST
ઉપવાસી દલ્લેવાલને શિફ્ટ કરાયા :હવે તેઓ સ્ટેજ પાસેના રૂમમાં જશે: ખેડૂત આગેવાનોએ માહિતી આપી : યુનાઇટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ એક-એક નિવેદન જારી કરી કહ્યું કે ઉપવાસ પર રહેલા દલ્લેવાલને કુદરતી હવા અને પ્રકાશની જરૂર છે. ટ્રોલી મારફત બહાર લાવી તેમને સ્ટેજની નજીક બનાવવામાં આવી રહેલા રૂમમાં શિફ્ટ કરવામાં આવશે.12:26 AM IST
અકિલા સોશ્યિલ મીડિયામુસદ્દારૂપ જંત્રી -૨૦૨૪ માટે બે મહિનામાં રાજ્ય સરકારને ૧૧,૦૪૬ વાંધા સૂચનો મળ્યા :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : ૫૪૦૦ જેટલા શહેરી અને ૫૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા સૂચનો મળ્યાં:રાજય સરકારને મળેલ કુલ રજુઆતો પૈકી ૬૭૦૦ જેટલી પ્રવર્તમાન જંત્રી દર ઓછા કરવાની અને ૧૭૫૫ જેટલી જંત્રી દર વધારવાની મળી:જિલ્લા કક્ષાની સમીતિ દ્વારા ૧૫ દિવસમાં વાંધા- સૂચનોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ સરકારને રજુ કરાશે6:59 PM IST
૩૦મી જાન્યુઆરી - "શહીદ દિન" : દેશના શહીદ વિરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર : શહીદ દિને સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે : શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ : સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પાળવામાં આવશે1:04 PM IST
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનો જનાદેશ શહેરી જનમાનસનો પ્રવાહ બતાવશે : ર૦રરની ધારાસભાની ચૂંટણી પછી સૌથી વધુ મતદારોને સ્પર્શતી પ્રથમ ચૂંટણીઃ કોંગ્રેસ-ભાજપના ભાવિને અસર કરશે પરિણામ ૬૬ નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકામાં સામાન્ય ચૂંટણીઃ તાલુકા પંચાયતની ૯૧ બેઠકોની પેટાચૂંટણીઃ મંગળવારથી ઉમેદવારી પત્ર ભરી શકાશે11:52 AM IST
દિવાન બલ્લુભાઇ ટુર્નામેન્ટમાં હીરામણિ શાળા વિજેતા 12:25 PM IST
રાજપીપળા કમલમ ખાતે બીજેપી નર્મદા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી : ભજપ સંવિધાનને વધુ મહત્વ આપે છે, કોંગ્રેસ ને જયારે જરૂર હતી ત્યારે સંવિધાનને નેવે મૂકીને રાજ ચલાવતી હતી તેઓ ભારતસિંહ પરમારે કર્યો કટાક્ષ :ઇન્દિરા સરકાર વખતે લદાયેલ કટોકટીને ભારતસિંહ પરમારે સંવિધાનનું ખૂન ગણાવ્યું10:44 PM IST
પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : 28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે :નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે:વર્ષ 2025-26 નું બજેટ ગુજરાતના વિકાસની નવી કેડી કંડારનાર હશે:પ્રવક્તા મંત્રી7:05 PM IST
ગુજકોમાસોલ ૧ કરોડનો બદનક્ષીનો દાવો કરશેઃ ચેરમેન દિલીપભાઇ સંઘાણી : માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા... પહેલા પણ કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની ફરિયાદ હોય તો મને જાણ કરજો. ગમે એટલા મોટા વ્યકિતની મંડળી હોય અને ક્ષણના વિલંબ વિના અમે પગલાં ભરીશું, આ આક્ષેપો ફકત કેવા પ્રકારના થયા તે જોયા નથી, જો આમાં ઇન્ટરનલ તપાસની જરૂર પડશે તો તે અમે કરીશું: સંઘાણી2:29 PM IST
અમદાવાદ શહેરમાં ૩૧૯ ઓકસીજન પાર્ક અને ૩૦૩ ગાર્ડન તથા અર્બન ફોરેસ્ટ નિર્માણ થયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ ૭૫ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું10:27 AM IST
ગુજરાત સરકારની આગવી પહેલ : લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી ૬૦૭ આંગણવાડી-નંદઘરનું નિર્માણ કરાશે : ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો નાણાંમંત્રી-ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ : રાજ્ય સરકારના સાહસ GSPC તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ ૨૦૪૭ના કરેલા નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રીમ રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવીએ : ભાવિ પેઢીના ઘડતરનું ઉમદા કર્તવ્ય પોઝિટિવ - સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજહિતની મળેલી તક સાર્થક કરીએ : અદ્યતન-સુવિધાસભર-ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે રાજ્ય સરકાર પૂરતું ભંડોળ આપવા તત્પર 4:05 PM IST
આણંદપર ખાતેની કરોડોની ખેતીની જમીનમાં વારસાઇના બહાને બહેનોના નામ કમી કરાવી બીજાને વેંચી નંખાઇ! : પાંજરાપોળ મેલડી માતાના મંદિર પાસે રહેતાં વૃધ્ધા શાંતાબેન સોલંકીની ભાઇઓના વારસદારો વિરૂધ્ધ ફરિયાદ પોલીસ કમિશનરને થયેલી લેખિત ફરિયાદમાં ખરીદનાર બિલ્ડર પરેશ ગજેરા સહિત ૨૩ જણાના નામો શાંતાબેનને ભાઇઓએ કહ્યું- આપણી ખેતીની જમીનમાં વારસાઇ કરવાની છે, તેમાં તમારા અંગુઠાનું નિશાન કરવાનું છે,તેથી બધી જમીન આપણા ખાતામાં આવી જાયઃ શાંતાબેન અંગુઠો મારી દીધા પછી ખબર પડી કે બારોબાર રેવન્યુ રેકર્ડમાંથી તેમનું નામ પણ કમી કરાવી નખાયું છેઃ કબુલાતનામુ આપ્યુ નથી છતાં રેવન્યુમાં એન્ટ્રી પડાવી લીધી3:21 PM IST
કપાસીયા તેલમાં ડબ્બે ૧પ રૂા.નો ઘટાડો2:56 PM IST
સ્વરક્ષણ તાલીમ બ્લેક બેલ્ટ કોચીઝ દ્વારા જ અપાય છે : કોચ રણજીત ચૌહાણ : શ્રી નિર્ભયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ૧૯ જેટલા કોચ દ્વારા તેમની સામે થયેલા આક્ષેપોને પુરાવા સાથે નકારાયા : જામકંડોરણા અને જેતપુર તાલુકાની ૧૦૦ થી વધુ શાળાનો કોન્ટ્રેકટ આશરે ૯૦ લાખમાં અમને ટેન્ડર પ્રક્રિયા મુજબ અપાયો છે : કોઇ ગેરરીતી નથી પાયા વિહોણા આક્ષેપો કરનાર જીતેન્દ્ર મારૂ, રોબીન કાસુન્દ્રાએ કોઇ ટેન્ડર પ્રક્રિયા કરી નથીઃ માત્રને માત્ર કરાટે સર્કલમાં મને નીચા દેખાડવાનું કારસ્તાન : કાયદાકીય પગલા લઇશ : રણજીત ચૌહાણ12:33 PM IST
વિશ્વસનીય એવી શ્રી પંચનાથ હોસ્પિટલનો પાંચમાં વર્ષમાં પ્રવેશ : છેલ્લા ચાર વર્ષ દરમયાન કુલ ૧૯૨૧૪૫૩ જેટલા દર્દીઓએ મુલાકાત લઇને હોસ્પિટલમાં નિદાન/ સારવાર કરવામાં આવેલ : ડાયગ્નોસ્ટિક વિભાગમાં માત્ર રૂા.૧૦માં એમ.બી.બી.એસ ડોકટર દ્વારા નિદાન તેમજ માત્ર રૂપિયા ૫૦માં ફિઝિશિયન, ગાયનેક, નાક ,કાન, ગળા,જનરલ સર્જન , બાળકોના ડોકટર, ચામડીના કેન્સર, આંખના ડોકટર, ઓર્થોપેડિક ડોકટર, કિડનીના ડોકટર દ્વારા નિદાન કરવામાં આવે છે : છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૯૬૮૩ દર્દીઓ દાખલ થઇ અતી રાહત દરે સારવારનો લાભ લીધોઃ છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૬૨૭૦ દર્દીઓ એ ઇમરજેંસી વિભાગમાં અને કુલ ૬૭૪૮ આંખના, ઓર્થોપેડીક, ગાયનેક, ન્યુરો, યુરોલોજીસ્ટ, જનરલ કાન નાક ગળાના ઓપરેશન થયેલ છે10:26 AM IST
આજે રઘુવંશીઓનો મહાકુંભઃ મહાપ્રસાદઃ સૈલાબ ઉમટશે : ગઇકાલે ગૌ સેવાના લાભાર્થે લોકડાયરો યોજાયોઃ રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતા જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદઃ જય જલારામ, જય રઘુવંશ, દેવાયત ખવડના હાકલા-પડકારોથી યુવાનો ઝુમી ઉઠયા રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજનઃ વિરદાદા જશરાજજીના શૌર્ય દિનની ભવ્ય ઉજવણી લાખણસી ગઢવીએ શહીદ વીરદાદા જશરાજજીના ઇતિહાસને ઉજાગર કર્યો2:01 PM IST
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોની મુકિત માટે નરેન્દ્રભાઇ મોદીને રજુઆત : પોરબંદરના અગ્રણી અને પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઇ જુંગી દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને માંગણી ઉઠાવી : આંતરરાષ્ટ્રીય જળ સીમાએ પાકિસ્તાન મરીન સીકયુરીટી દ્વારા સમયાંતરે અપહરણ કરીને પાકિસ્તાનમાં જેલોમાં રાખવામાં આવેલા ભારતીય માછીમારોની કુલ સંખ્યા ર૧૯ પહોંચીઃ કેટલાક માછીમારોની સજા પુર્ણ થઇ તથા ભારત-પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી પ્રક્રિયાના અભાવે છોડવામાં આવતા નથી4:01 PM IST
પોરબંદર જીલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ડો. મનસુખભાઇના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ : પોરબંદરને મહાનગરપાલીકાનો દરજ્જો આપીને વિકાસની તક માટે નરેન્દ્રભાઇ મોદી અને ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનતા અર્જુનભાઇ મોઢવાડીયા : પોરબંદર જીલ્લાના લોકાર્પણ સમારંભમાં કુંવરજીભાઇ બાવળીયા અને રામભાઇ મોકરીયા વર્ચ્યુઅલ જોડાયા : પોરબંદર જીલ્લાના ૧૯૪૭,૭પ લાખના ૧૬૧ વિવિધ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ : પોરબંદર-દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર-મુઝફરનગર-પોરબંદર દ્વિ-સાપ્તાહીક ટ્રેઇનના એલ.એચ.બી. રૂપાંતરનું લોકાર્પણ11:49 AM IST
જામકંડોરણામાં રવિવારે ‘‘પ્રેમનુ પાનેતર'' સમુહલગ્નઃ પ૧૧ નવદંપતિ જોડાશે : કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સમારોહ યોજાશેઃ કન્યાઓને ૧૨૦ વસ્તુઓ કરિયાવરમાં અપાશે શુક્રવારે સાંજે ભવ્ય રાસોત્સવ યોજાશે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં...11:43 AM IST
જોડીયાના કેશીયા હાઈસ્કૂલના કર્મચારી રાજેશભાઈ ગાંભવાનું અકસ્માતે મૃત્યુ થતા પિતાને કાંધ આપી પુત્રીએ અંતિમ સંસ્કાર કર્યા : મુખાગ્ની આપ્યું : જુઓ વિડિઓ : મૃતક રાજેશભાઈને સંતાનમાં બે દીકરીઓ છે તેમાંથી મોટા દીકરી સુહાનીબેન પિતાનું સપનું સાકાર કરવા રાજકોટમાં કોમ્પ્યુટર એન્જિનિયરરીંગનો અભ્યાસ કરે છે1:37 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર 'પાકિસ્તાન' વિવાદમાં ICCનું રિએક્શન :'ટુર્નામેન્ટનો લોગો પોતાની જર્સી પર લગાવવો દરેક ટીમની જવાબદારી છે. બધી ટીમે આ નિયમનું પાલન કરવું અનિવાર્ય : શું ભારતને આ નિયમ નડશે ? ભારે ચર્ચા : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આવી કોઈ પણ જાણકારી મળ્યા હોવાનો ઇનકાર કરી દીધો : જો કે, હજુ સુધી BCCI અને PCB તરફથી આ અંગે કોઈ પણ સત્તાવાર નિવેદન આવ્યું નથી3:52 PM IST
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઃ ૧૪ વર્ષની શાનદાર કારકિર્દીનો અંત : ૩૮ વર્ષીય મેક્સવેલને ઘરઆંગણે વિદાય મેચ રમવાની તક ન મળીઃ યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો ઓસ્ટ્રેલિયન પસંદગીકારોનો નિર્ણયઃ શરીરને વધુ આરામ આપવા અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા નિવૃત્તિ લીધી10:24 AM IST
બીએમસીની દિવાળી ઝુંબેશ વીડિયો હટાવ્યા બાદ અભિનેત્રી દિયા મિર્ઝા અને મુંબઈના મેયર વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ: સોશિયલ મીડિયા પર વિવાદે પકડ્યું જોર : વીડિયો હટાવવાની કાર્યવાહી બાદ મેયર દ્વારા અભિનેત્રી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા; દિયા મિર્ઝાએ પણ પોતાના બચાવમાં સ્પષ્ટતા રજૂ કરી ભારે અસંતોષ વ્યક્ત કર્યો.5:29 PM IST





































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































