News of Wednesday, 22nd January 2025
પરાપીપળીયાની બે નગર યોજનાનું કદ વધશેઃ હંગામી ધોરણે આઉટસોર્સ સ્ટાફ મૂકાશેઃ કૂવાડવા-સરધાર હાઇવેને મંજૂરી
હોર્ડીગ્ઝ-બોર્ડ-કોમ્યુનિકેશન ટાવરના નવા ભાવો મંજૂરઃ મ્યુ. કમિશ્નરના અધ્યક્ષપદે રૂડાની બોર્ડ બેઠક મળી

રાજકોટ તા. રરઃ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની રોજ ૧૭૫મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં અનેક મુદાઓને બહાલી આપવા બાબત.આ મુદ્દાઓમાં સત્તામંડળના વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર યોજના નં.૭૬ની નક્કી થયેલ હદમાં સુધારો કરી નવી કૂલ ૨ સૂચિત નગર રચના યોજના નં.૭૬/૧ (પરાપીપળીયા) જેનું ક્ષેત્રફળ ૯૧.૫૦ હેક્ટર અને ૭૬/૨ (પરાપીપળીયા)જેનું ક્ષેત્રફળ ૧૦૦.૬૭ હેક્ટરની હદ નક્કી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી. સત્તામંડળના વિસ્તારમાં ભવિષ્યની સૂચિત નગર રચના યોજના બનાવવા અને દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજના બનાવવા માટે ટી.પી./ડી.પી. સેલ/સર્વે યુનિટમાં તદ્દન હંગામી ધોરણે આઉટસોર્સ સ્ટાફન નિમણૂંક કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી.
સત્તામંડળવિસ્તારમાં હોર્ડીંગ્સ બોર્ડ અને કોમ્યુનિકેશન ટાવર લગાવવાનીતિ અમલમાં આવેલ હતી જેના નવા ભાવો બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યા.બેઠકમાં ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે શ્રી કે.આર.સુમરા તથા RMCના સીટી એન્જી.શ્રી કે.કે.મહેતા હાજર રહેલ હતા.
(2:30 PM IST)










