<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાની ઓનલાઇન ઉપસ્‍થિતિમાં ધ્રોલ પાલીકામાં ૮ કરોડના વિકાસના કામોનો શુભારંભ

શહેર પ્રમુખ હિરેનભાઈ કોટેચા નગર પાલિકા ના પૂર્વ સદસ્‍ય આગેવાનો હાજર રહ્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૨ : ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાની ઓનલાઇન ઉપસ્‍થિતિમાં  ધ્રોલ નગરપાલિકા વિસ્‍તારમાં શીવ પાર્ક સોસાયટી સહીત એરિયામાં મંજુર થયેલ ૨.૮૪ કરોડના વિવિધ વિકાસના કામો તેમજ ખારવા રોડ રામ પાર્ક સહીતની સોસાયટીમાં વિવિધ વિકાસના કામો માટે મંજુર થયેલ ૩.૬૦ કરોડના પડધરી નાકા પાસે ખાસ કીસ્‍સામાં ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાએ મંજુર કરાવેલ સી.સી. રોડ માઈનોર બ્રીજ સહીત ૧.૬૯ કરોડના વિવિધ વિકાસના કામોનું જીલ્લા સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ચેરર્પસન ગોમતીબેન ચાવડાના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો હતો.  ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હીરેનભાઈ કોટેચા, પુર્વ શહેર ભાજપ પ્રમુખ સમિરભાઇ, પુર્વ શહેર ભાજપ મહામંત્રી હીતેશભાઈ ચનીયારા, પુર્વ નગરપાલિકા સદસ્‍ય ગોવિંદભાઈ દલસાણીયા, સંજયસિંહ જાડેજા, તુષારભાઈ ભાલોડીયા, રજનીભાઇ વરુ, શહેર ભાજપ આગેવાનો સહીત શહેરીજનો ઉપસ્‍થિત રહીને ભાજપ સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

(2:00 PM IST)