<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જાણો કેટલું છે ભારતમાં ઇલેક્ટિક વાહનનું ભવિષ્ય

નવી દિલ્હી: ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV)નું ભવિષ્ય ચમકી રહ્યું છે કે કેમ તે અંગે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણા કંપનીઓ નવી-જી નવી કાર લોન્ચ કરી રહી છે. આ રેસમાં હવે સૌથી અફોર્ડેબલ કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇનો પણ આગમન થયું છે. એક તરફ જ્યારે દરેક કંપની નવી કાર લોન્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર વિશ્વાસ નથી થઈ રહ્યો. આ માટેના ઘણા કારણો છે, પરંતુ શું કંપનીઓ આ વિશ્વાસ જીતવામાં સફળ રહેશે કે નહીં એ જોવાનું રહ્યું. છેલ્લા થોડા વર્ષોમાં સરકાર દ્વારા પણ લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ સાથે જ ટેકનોલોજી પણ આઘું વધી રહી છે અને નવા ફીચર્સ પણ લોન્ચ થઈ રહ્યા છે. આથી લોકોને તેની તરફ આકર્ષિત કરવામાં આવી રહ્યું છે. છતાં પણ ગ્રાહકોને હજી પણ એ કાર પર વિશ્વાસ નથી આવી રહ્યો. ઘણા ગ્રાહકોનું કહેવું છે કે આ કારની બેટરી કેટલો સમય ચાલશે એ એક સવાલ છે. આ સાથે જ કારની રેન્જ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. EVની આસપાસ ઘણી નકારાત્મકતા હજી પણ જોવા મળી રહી છે.
કાર કંપનીઓ હવે લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહી છે. આ માટે એક અનોખી અભિગમની જરૂર છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ આ માટે કમર કસી રહી છે. તેઓ હવે લોકોને વિશ્વાસ આવે એવી જ કારને ઇલેક્ટ્રિક વર્ઝનમાં રૂપાંતરિત કરી રહ્યા છે. દરેક કંપની નવી કારની જગ્યાએ(markdown) તેમની જે કાર માર્કેટમાં ખૂબ જ પ્રખ્યાત છે તેનું EV વર્ઝન બહાર પાડી રહી છે. આથી ગ્રાહકોને કાર પર પહેલેથી વિશ્વાસ રહે અને જ્યાં સુધી રેન્જનો મુદ્દો છે ત્યાં સુધી દરેક કંપની એ પર કામ કરી રહી છે.
વધુમાં વધુ ગ્રાહકો EVનો ઉપયોગ કરે એ માટે ચાર્જિંગ સ્ટેશનો વધારે હોવા જરૂરી છે. હાલમાં નાના શહેરો અને ગામડાઓમાં ચાર્જિંગ સ્ટેશનો ઘણા ઓછા છે. તેથી આ સમસ્યાનું સમાધાન જલદી કરવું જરૂરી છે. આ ન હોવાને કારણે જ લોકો હજી પણ કાર નથી ખરીદી રહ્યા. આ આગામી કેન્દ્રીય બજેટમાં આ મુદ્દો અંગે ચર્ચા થઈ શકે છે. તેથી સરકાર ચાર્જિંગ સ્ટેશનો વધારવા માટે વધુ નાણાકીય સહાય આપી શકે છે. આ સાથે જ ઘરની બહાર પણ ચાર્જિંગ સ્ટેશનો લગાવવા માટેની ઓફરો બનાવી શકાય છે.

 

(5:02 PM IST)