તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
કાચા કામનો કેદી ભાવેશ જુનાગઢની જેલમાં પડી જતાં માથામાં ઇજા પહોંચી
રાજકોટની જેલમાં પાકા કામનો કેદી ગોપાલસિંહ વધુ પડતી દવા પી ગયોઃ બંને સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: જુનાગઢની જેલમાં રખાયેલો એક કેદી પડી જતાં ઇજા થતાં અને રાજકોટની જેલમાં રખાયેલો એક કેદી વધુ પડતી બિમારીની દવા પી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જુનાગઢ સબ જેલમાં રખાયેલા કાચા કામના કેદી ભાવેશ ચકુભાઇ ચુડાસમા (ઉ.વ.૩૦)ને માથામાં ઇજા સાથે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. તે જેલમાં પડી જતાં ઇજા થયાનું જણાવાતાં જુનાગઢ પોલીસને જાણ કરાઇ હતી. બીજી તરફ રાજકોટ સેન્ટ્રલ જેલમા રખાયલા પાકા કામના કેદી ગોપાલસિંહ વનરાજસિંહ રાણા (ઉ.વ.૨૮)એ પોતાની બિમારીની વધુ દવા પી લેતાં સારવાર માટે સિવિલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
