તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
પશ્ચિમ રેલ્વે અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવશે સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર ૦૯૪૬૨ અને ૦૯૪૬૧ માટે બુકીંગ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫થી બધા પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૃ થશે

અમદાવાદ,તા.૨૨
મુસાફરોની સુવિધા,અને ધસારાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને બાંદ્રા રેલ્વે ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.જેમાં ટ્રેન નંબર ૦૯૪૬૨ અમદાવાદ બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારના રોજ અમદાવાદથી રાત્રે ૮ વાગ્યે ઉપડશે અને બીજે દિવસે સવારે ૪.૨૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯૪૬૧ બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી ૫.૩૫ વાગ્યે ઉપડશે અને તેજ દિવસે ૧૩.૪૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ,,વાપી,દહણું રોડ અને બોરીવલી રેલ્વે સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-૩ ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર ૦૯૪૬૨ અને ૦૯૪૬૧ માટે બુકીંગ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫થી બધા પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૃ થશે.
ટ્રેનના સ્ટોપેજ સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
