તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજપીપળામાં અન્ય જિલ્લાની ટીમો દ્વારા અચાનક ચેકીંગ કરતા ફફડાટ : કુલ ૯ લાખનો દંડ ફટકાર્યો
કેટલાક વીજ ચોરી કરતા ગ્રાહકોને પકડવા બહારની ટીમો રાજપીપળામાં ઉતરી આવી અને રાજપીપળા.૧ અને રાજપીપળા.૨ માં ચેકીંગ કરી દંડ ફટકાર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળા સહિત ના કેટલાક ગામોમાં વીજ ચોરી થતી હોવાની વારંવાર બુમ સંભળાઈ છે અને વીજ કંપની ની બહાર ની ટીમો ગમે ત્યારે વહેલી સવારે આકસ્મિક ચેકીંગ કરે જ છે ત્યારે હાલ માં રાજપીપળામાં આવેલી બહાર ની ટીમો એ વહેલી સવારે અચાનક ચેકીંગ કરતા રાજપીપળા.૧ માં આવતા વિસ્તારોમાં કેટલીક જગ્યા પર વીજ ચોરી પકડાઈ હતી તથા રાજપીપળા.૨ માં આવતા નાંદોદ તાલુકાના કેટલાક ગામો માં પણ આ ટીમો એ અચાનક ચેકીંગ કરી આ બંને જગ્યા પર થતી વીજ ચોરી પકડી ચોરી કરનાર તત્વોને કુલ નવ લાખ રૂપિયા જેવો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અચાનક વહેલી સવારે લોકોના ઘરોમાં વીજ લાઈન ચેક કરતા જે નિયમિત છે તેવા ગ્રાહકોને કોઈ તકલીફ થઈ નથી પરંતુ કેટલાક વીજ ચોરી કરનાર લોકોમાં જરૂર નાસભાગ જોવા મળી હતી. આમ સમયાંતરે વીજ ચેકીંગ જરૂરી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
