<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જામકંડોરણામાં રવિવારે ‘‘પ્રેમનુ પાનેતર'' સમુહલગ્નઃ પ૧૧ નવદંપતિ જોડાશે

કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને સી. આર. પાટીલની અધ્‍યક્ષતામાં સમારોહ યોજાશેઃ કન્‍યાઓને ૧૨૦ વસ્‍તુઓ કરિયાવરમાં અપાશે શુક્રવારે સાંજે ભવ્‍ય રાસોત્‍સવ યોજાશે સ્‍વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્‍મૃતિમાં ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં...

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. રરઃ લેઉવા પટેલ સમાજ પાસે ધૂળથી લઈને હીરા સુધીનો પ્રગતિનો ગૌરવવંત ઈતિહાસ છે સમાજની અસાધારણ પ્રગતિમાં સમાજના અદના આદમી, શ્રેષ્ઠી અને સમાજના આગેવાનોનુ યોગદાન રહેલું હોયછે પટેલ સમાજને વિઠ્ઠલભાઈ રાદડિયા રૂપે એક એવો શકિતપુંજ મળ્‍યો જેની આભા સામાજિક, રાજકીય, શૈક્ષણિક, જેવા બધા આયામો પર વિસ્‍તરી ગઈ આવી પ્રતિભા પોતાની પાછળ એક વારસો અને પરંપરા છોડી જતી હોય છે એ વારસા અને પરંપરાની નીપજ સ્‍વરૂપ એમની નિર્માણ કરેલી સંસ્‍થાઓના છાંયડે આજે મોટો મજબૂત લેઉવા પટેલ સમાજ બેઠો છે વિઠ્ઠલભાઈના આ ઉર્જાવાન વારસા અને પરંપરાનો નિર્વાહ જયેશભાઈ રાદડિયા આજે સવાઈ તાકાતથી કરી રહ્યા છે ત્‍યારે ખેડૂત નેતા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્‍ય સ્‍મળતિમાં શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્‍યા છાત્રાલય દ્વારા તા. ૨૬/૧/૨૦૨૫ ને રવિવારના રોજ કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા તથા સી. આર. પાટીલનાં અધ્‍યક્ષ સ્‍થાને લેઉવા પટેલ સમાજની ૫૧૧ દીકરીઓના પ્રેમનુ પાનેતર નવમા શાહી સમૂહ લગ્નનુ શ્રી લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જામકંડોરણા ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ સમારોહમાં ઉદ્દધાટક પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ અગ્રણી વસંતભાઈ ગજેરા, હંસરાજભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્‍ટ નાથદ્વારાના ઉપપ્રમુખ રાજુભાઈ હિરપરા, ભક્‍તિ ગળપ સુરતના રમેશભાઈ ગજેરા, સોમનાથ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સુરતના પરસોતમભાઈ ગજેરા ઉપસ્‍થિત રહેશે આ પ્રસંગે સમારોહના મુખ્‍ય દાતા શ્રી સ્‍વ. વલ્લભભાઈ ગજેરાના સુપુત્રો રમેશભાઈ ગજેરા તથા પરસોતમભાઈ ગજેરા તેમજ તમામ દાતાશ્રીઓનુ  અદકેરું સન્‍માન કરવામાં આવશે આ સમૂહ લગ્ન સમારોહમાં લેઉવા પટેલ સમાજના ૫૧૧ નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે સમૂહ લગ્નમાં દરેક વરઘોડીયાને ઘરની તમાંમ ૧૨૦ વસ્‍તુઓનો કરિયાવર આપવામાં આવશે આ સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે તા. ૨૬-૧-૨૦૨૫ ને રવિવારે જાન આગમન બપોરના ૨-૩૦ કલાકે, ભવ્‍ય શાહી વરઘોડો બપોરના ૩-૦૦ કલાકે, દાતાશ્રીઓનો  સત્‍કાર સમારંભ અને આશિર્વચન સાંજના ૪-૦૦ કલાકે, હસ્‍ત મેળાપ સાંજના ૫-૦૦ કલાકે, ભોજન સમારંભ સાંજના ૬-૦૦ કલાકે, કન્‍યા વિદાય સાંજના ૮-૦૦ કલાકે થશે આ સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે તા. ૨૪-૧-૨૦૨૫ ને શુક્રવારે સાંજના ૮-૦૦ કલાકે ગીતાબેન રબારી ગળપનો ભવ્‍ય રાસોત્‍સવ (દાંડિયારાસ) રાખવામાં આવેલ છે આ સમૂહ લગ્ન પ્રસંગે કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા તથા સી. આર. પાટીલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ અગ્રણી વસંતભાઈ ગજેરા, હંસરાજભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્‍ટ નાથદ્વારાના ઉપપ્રમુખ રાજુભાઈ હિરપરા, ભક્‍તિ ગળપ સુરતના રમેશભાઈ ગજેરા, સોમનાથ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સુરતના પરસોતમભાઈ ગજેરા, રાજય કક્ષાના મંત્રી ફુલભાઈ પાનસેરીયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક કૌશિકભાઈ વેકરીયા, રાજયસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા,પૂર્વ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ આર. સી. ફળદુ, જીતુભાઈ વાઘાણી, ડો. ભરતભાઈ બોઘરા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મહેશભાઈ કસવાળા, પ્રવિણભાઈ ઘોઘારી, દિવ્‍યેશભાઈ અકબરી, કંચનબેન રાદડિયા, સુધીરભાઈ વાઘાણી, જે. વી. કાકડીયા, વિનુભાઈ મોરડીયા, જનકભાઈ તળાવીયા, કિરીટભાઈ પટેલ, કુમારભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, નારણભાઈ કાછડીયા, તેમજ સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્‍ટ નાથદ્વારાના ટ્રસ્‍ટીઓ, ધારાસભ્‍યો, પૂર્વ ધારાસભ્‍યો, ભાજપના અગ્રણીઓ, સમાજના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ મોટી સંખ્‍યામાં સમાજના લોકો હાજરી આપશે આ સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે કુમાર તથા કન્‍યા છાત્રાલયના આજુબાજુના વિસ્‍તારને રોશનીથી સુશોભિત કરવામાં આવ્‍યું છે આ શાહી સમૂહ લગ્નમાં પધારનાર તમામ લોકો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં કરવામાં આવેલ છે તેમજ આ કાર્યક્રમમાં સાતથી આઠ હજાર સ્‍વયંસેવકો ખડેપગે સેવા આપશે આ સમૂહ લગ્નમાં સમારોહ માટે જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્‍યા તથા કુમાર છાત્રાલયના પ્રમુખશ્રી જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ આ સંસ્‍થાઓના ટ્રસ્‍ટી મંડળ તેમજ સ્‍વયંસેવકો અને કાર્યક્રમ દ્વારા આ પ્રસંગને દિપાવવા  તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(11:43 AM IST)