News of Wednesday, 22nd January 2025
મારી બહેન સાથે કેમ વાતો કરે છે કહી ધમકી દેતા છોડવડીના યુવાનની આત્મહત્યા
શખ્સની બીકથી ઝેરી ટીકડા ખાઈ લેતા અંતિમ શ્વાસ લીધા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૨ : મારી બહેન સાથે કેમ વાતો કરે છે તેમ કહી શખ્સેએ ધમકી દેતા ભેસાણ પંથકના છોડવડીના યુવકનું ઝેરી ટીકડા ખાઇ લેતા મળત્યુ નીપજ્યું હતું.
આ ઘટનામાં મળતકના પિતાએ શખ્સ સામે મરી જવા મજબુર કર્યાની રાવ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જામકંડોરણા તાલુકાના મેઘાવડ ગામના નરેશ મોહનભાઈ વેગડાએ ભેસાણ તાલુકાના છોડવડી ગામના પાંચાભાઈ દાનાભાઈ પરમારને ૨૦ જાન્યુઆરીના રોજ ફોન કરી
તમારો દીકરો નાગજી મારી બહેન સાથે ફોન પર વાતો કરે છે તેમ કહી તમારા દીકરા અને તમને બધાને પતાવી દેવા છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં સાંજે પુત્ર નાગજી ચપ્પલ લેવા જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો.
આ પછી નાગજીએ પિતાને ફોન કરી નરેશભાઈ વેગડાએ ધમકી આપી હોય તેથી મેં ઝેરી ટીકડા પી લીધા હોવાનું કહેતા શોધખોળ ભાગ ધરી હતી. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ છોડવડી ગામની સીમમાંથી નાગજી બેભાન હાલતમાં મળી આવતા ભેસાણ ખાતે સારવારમાં ખસેડાયો હતો. અહીંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા ફરજ પરના તબીબે યુવકને મળત જાહેર કર્યો હતો.
આ અંગે મળતકના પિતા પાંચાભાઇ પરમાર નરેશ મોહન વેગડા સામે પુત્રને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા ભેસાણના મહિલા એફ. બી. ગગનીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
