<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીમાં સૌ ઉત્‍સાહથી જોડાઇએઃ દિગંત બ્રહ્મભટ્ટ

ગાંધીનગરમાં સંકલન બેઠકમાં નિવાસી અધિક કલેકટરનો અનુરોધ

ગાંધીનગર તા. રરઃ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટના અધ્‍યક્ષ પદે, જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં કાયદો અને વ્‍યવઉસ્‍થા, ચાઇલ્‍ડ લેબર, વામો, પ્રાકૃતિક ખેતી, યોગ એવોર્ડ, ધાર્મિક દબાણ તથા રોડ સેફટી અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં નાગરિક સુવિધા કેન્‍દ્ર પત્રક અન્‍વયે મળેલી અરજીઓના નિકાલ, પડતર તુમાર, નિવૃત્ત થયેલા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, નિવૃત્તિ પછીના સરકારી કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ર૪ માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, જુદા જુદા ખાતાઓની વસુલાતની માહિતી, આરોગ્‍ય, રસ્‍તા, પીવાના પાણીના પ્રશ્‍નો, ધારાસભ્‍યશ્રી અને સંસદ સભ્‍યશ્રીઓના પ્રશ્‍નો, ઓન લાઇન ફરિયાદ નિવારણ હેઠળની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી.

અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી દિગંત બ્રહ્મભટ્ટે ઉપસ્‍થિત સર્વેને, રાષ્‍ટ્રીય પર્વમાં ઉત્‍સાહભેર પરિવાર સાથુે જોડાઇ ગરીમાપૂર્ણ ઉજવણી કરશવા ભારપુર્વક વિશે સૂચન પણ કરવામાં આવ્‍યું હતું. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા સહિત સંકલનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસિથત રહ્યા હતાં.

(11:46 AM IST)