તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરીને આવનાર ચાલકોને ગુલાબનું ફૂલ આપી માર્ગ સલામતીના પેમ્પલેટ અપાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ અંતર્ગત તા.૧ થી ૩૧ જાન્યુઆરી સુધી ચાલનાર "માર્ગ સુરક્ષા અભિયાન - કાળજી" ના ભાગરૂપે નર્મદા જિલ્લાની શાળા-કોલેજો અને વિવિધ સ્થળોએ રોડ સેફટીના સરકાર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં રાજપીપળા ખાતે પણ ટાઉન પોલીસ દ્વારા ટાઉન પીઆઈ વી.કે.ગઢવીની અધ્યક્ષતા માં રાજપીપળા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો
નર્મદા જિલ્લાના વાહન ચાલકો રોડ સેફ્ટી નિયમો જાણે, સમજે અને જીવનમાં નિયમોનું પાલન કરી શકે તેવા આશયથી તા.21 મી જાન્યુઆરીના રોજ રાજપીપળા શહેરમાં રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા હેલ્મેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરીને આવનારને પ્રોત્સાહનરૂપે ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને માર્ગ સલામતીના પેમ્પલેટ આપી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
