News of Wednesday, 22nd January 2025
રાજપીપળા કમલમ ખાતે બીજેપી નર્મદા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી
ભજપ સંવિધાનને વધુ મહત્વ આપે છે, કોંગ્રેસ ને જયારે જરૂર હતી ત્યારે સંવિધાનને નેવે મૂકીને રાજ ચલાવતી હતી તેઓ ભારતસિંહ પરમારે કર્યો કટાક્ષ :ઇન્દિરા સરકાર વખતે લદાયેલ કટોકટીને ભારતસિંહ પરમારે સંવિધાનનું ખૂન ગણાવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના કમલમ ખાતે આજે બીજેપી નર્મદા દ્વારા રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી
આ સંમેલનમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓને સંવિધાન દિવસ અને સંવિધાનની માહિતી આપતા જણાવ્યું કે બીજેપી સંવિધાનના આધારે ચાલતી પાર્ટી છે, અટલ બિહારી વાજપેયીએ સૂચવેલા માર્ગદર્શન મુજબ બીજેપી સંવિધાનને વધુ મહત્વ આપે છે કોંગ્રેસને જયારે જરૂર હતી ત્યારે સંવિધાનને નેવે મૂકીને રાજ ચલાવતી હતી તેઓ કટાક્ષ પણ તેઓએ માર્યો હતો અને સંવિધાનને વિશેષ મહત્વ આપવા તેમને આગ્રહ રાખ્યો હતો. ઇન્દિરા સરકાર વખતે લદાયેલ કટોકટીને તેઓએ સંવિધાનનું ખૂન ગણાવ્યું હતું.આ સમ્મેલનમાં ધારાસભ્ય ડૉ .દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહીત મોટી સઁખ્યામા કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકોઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
