તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
અમદાવાદના ચાંદખેડામાં પૂર્વ પત્ની સહિત 3 લોકોના ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મૃતકના મોબાઈલમાંથી આરોપીઓના નામ જણવતો વીડિયો મળ્યો :ચાંદખેડા પોલીસે ત્રણેય સામે દુત્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી

અમદાવાદ : ચાંદખેડા આકાશગંગા સોસાયટીમાં ડિસેમ્બરમાં એક યુવકે આત્મહત્યા કરી હતી. જે અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન મૃતક યુવકના મોબાઈલમાંથી એક વીડિયો મળી આવ્યો હતો. જેમાં પુર્વ પત્ની સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે ત્રણેય સામે દુત્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ચાંદખેડામાં આવેલી આકાશગંગા સોસાયટીમાં 39 વર્ષીય તેજસભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહેતા હતા. તેજસભાઇએ દસ વર્ષ પહેલા કિંજલબેન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે બંને વચ્ચે નવ માસથી મનમેળ ન આવતા કિંજલબેન બહેનના ઘરે રહેતા હતા. જ્યારે તેજસભાઈ તેમના માતા પિતા અને પુત્ર સાથે રહેતા હતા. ગત 20 જુલાઈએ બંનેએ છૂટાછેડા પણ લીધા હતા. તેવામાં તેજસભાઈના મામાના દિકરાના લગ્ન હોવાથી તેમણે લગ્નમાં જવા માટે કિંજલને ઘરે બોલાવી હતી.
ગત 5 ડિસેમ્બરે કિંજલ ઘરે આવી અને તમામ પરિવારજનો મેઘાણીનગર ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યારે તેજસ ઘરે એકલો હોવાથી તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોડીરાત્રે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેજસભાઈને મૃત હાલતમાં જોતા ચાંદખેડા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આ મામલે તપાસ કરતા તેજસભાઈના ફોનમાંથી વીડિયો મળી આવ્યો હતો. જેમાં તેમણે મોતનું કારણ પુર્વ પત્ની કિંજલ તથા પિન્ટુ મારવાડી તથા મિનાબેન છે અને તેમના ત્રાસથી કંટાળી ગયો છું તેવો ઉલ્લેખ કર્યો હતો. જેથી ચાંદખેડા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
