News of Wednesday, 22nd January 2025
કચ્છમાં થયેલ ૩૦ લાખની સોનાની લૂંટના આરોપીઓ ઝડપાયા
નખત્રાણાના કોટડા જડોદર ગામે નીલકંઠ જ્વેલર્સના રમેશ સોની ઉપર ઘાતક હુમલો કરી ૩૦.૭૨ લાખના સોનાના દાગીનાની થયેલ લૂંટમાં ને આરોપીઓ ઝડપાયા : ત્રીજો માસ્ટર માઈન્ડ ફરાર

કચ્છમાં થયેલ ૩૦ લાખની સોનાની લૂંટના આરોપીઓ ઝડપાયા: નખત્રાણાના કોટડા જડોદર ગામે નીલકંઠ જ્વેલર્સના રમેશ સોની ઉપર ઘાતક હુમલો કરી ૩૦.૭૨ લાખના સોનાના દાગીનાની થયેલ લૂંટમાં પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે નાલે મીઠા સમા અને મુસ્તાક પચાણ સમા (બંને રહે. જૂણા, ખાવડા)ને ૧૪૦ ગ્રામ સોનાના જથ્થા સાથે ઝડપી લીધા છે. ત્રીજો આરોપી માસ્ટર માઈન્ડ મામદ સિદ્દીક હિંગોરજા (બાલાપર, અબડાસા) ફરાર છે. લૂંટનો ભેદ ઉકેલવામાં એસઓજી, પેરોલ ફ્લો સ્કવોડ, નખત્રાણા પોલીસ જોડાઈ હતી. ચોરી માટે કાર અયુબ આરબ ચૌહાણ (વરનોરા,ભુજ) પાસેથી આરોપી લઈ આવ્યા હોવાનું ખુલ્યું છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
