તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
ફી મામલે વિદ્યાર્થીનું પરિણામ કે હોલ ટિકિટ રોકનારી સ્કૂલ સામે કડક કાર્યવાહી થશે: અમદાવાદ શહેર ડીઈઓની સ્કૂલોને તાકીદ
સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત બાદ વાલીએ આક્ષેપ કર્યો હતો કે, ફી મુદ્દે વિદ્યાર્થિનીના માનસિક ત્રાસ આપ્યો :આ ઘટના અંગે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરી

અમદાવાદ સહિત રાજ્યની ખાનગી સ્કૂલો દ્વારા ફી બાકી હોય એવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવવી તેમજ પરીક્ષામાં બેસવા ન દેવા જેવી અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતની ઘટનાને લઈ વાલીએ આક્ષેપ કર્યો હતો કે, ફી મુદ્દે વિદ્યાર્થિનીના માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને લઈ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરી છે કે, ફી મદ્દે વિદ્યાર્થીઓનું પરિણામ, હોલ ટિકિટ કે પછી પરીક્ષા આપતા રોકી શકાશે નહીં. જો કોઈ સ્કૂલ આ પ્રકારની ગેરરીતિ આચરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ડીઈઓ તાકીદ કરી છે.
મહત્ત્વનું છે કે, ડીઈઓ સ્કૂલોને સ્પષ્ટ સૂચના આપી છે કે, બાકી ફી મુદ્દે સ્કૂલોએ વાલી સાથે જ વાત કરવાની રહેશે, વિદ્યાર્થીને ફી મુદ્દે કોઈ સૂચના આપવી નહીં. વારંવાર ફી અંગે વિદ્યાર્થીઓના માનસ પર ખરાબ અસર પડતી હોવાથી ડીઈઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
