તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
પડધરીમાં નવી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણઃ રાઘવજીભાઇ પટેલ-બચુભાઇ ખાબડની ઉપસ્થિતિ

પડધરી : પડધરી ખાતે પંચાયત વિભાગની સીડીપી-૩ યોજના હેઠળ રૂપિયા ર.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ રાજકોટ જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા પંચાયત મંત્રી (રાજયકક્ષા) બચુભાઇ ખાબડના હસ્તે કરવામાં આવેલ હતું. લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વસ્તાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌસ્વામી, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી પડધરી મામલતદાર કેતન સખીયા વિગેરે ઉપસ્થિત રહેલ હતાં. (તસ્વીર - અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
