તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
બજેટ સત્રમાં ૨૭ બેઠકો યોજાશે, ૨૦મી ફ્રેબુઆરીએ રજૂ કરાશે બજેટ
ગુજરાત વિધાનસભાનું કેલેન્ડર જાહેરઃઆ સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન- આભાર પ્રસ્તાવ હશે, શોક દર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે

ગાંધીનગર,તા.૨૨
૨૭ બેઠકો માટે ચાલનાર આ સત્ર તારીખ ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૨૮ માર્ચ ૨૦૨૫ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન- આભાર પ્રસ્તાવ હશે, શોક દર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે.
બજેટ સત્ર હોવાથી ૨૦મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. જેમાં વર્ષ- ૨૦૦૯-૨૦૧૦ અને ૨૦૧૦-૨૦૧૧ના વર્ષ માટેના વધારાના ખર્ચના પત્રકોની રજૂઆત, વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત અને વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, અંદાજપત્ર - બજેટ પર ચર્ચા, સરકારી સંકલ્પો, માંગણીઓ પર ચર્ચાઓ અને સરકારી- બિન સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે.
ગુજરાતમાં અગાઉ નગર પાલિકાઓમાં અને મહા નગરપાલિકામાં ભરતીમાં ગેરરીતિઓ બહાર આવી હતી. નડીયાદ નગરપાલિકામાં ભરતીમાં લાંબુ લિસ્ટ છેક રિજનલ કમિશનર સુધી પહોંચ્યું હતું. જેમાં ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ થયો હતો. વર્ગ ૧ અને વર્ગ ૨ જેવી જગ્યાઓ પર ભરતીમાં ભ્રષ્ટાચાર અટકે અને ગુણવત્તા યુક્ત ઉમેદવારોની ભરતી થઈ શકે તે માટે GPSC જેવી સંસ્થાને કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવે છે. GPSC પાસે ભરતી પ્રક્રિયાની એક સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ હોય, ભરતી પ્રક્રિયા ટ્રાન્સપેરેન્ટ અને ઝડપી બને છે.
આ ઉપરાંત હજુ મહા નગરપાલિકાઓ વચ્ચે કર્મચારીઓ - અધિકારીઓની બદલી ન થતી હોવાથી હવે નવી બનેલી મહા નગરપાલિકાઓમાં અનુભવી સ્ટાફની અછત રહેશે. મહાનગર પાલિકાના અધિકારીઓ ઇચ્છા ધરાવે છે કે સરકાર બદલાના નિયમોમાં ફેરફાર કરે, જેથી મહા નગરપાલિકાઓ વચ્ચે પણ અધિકારીઓની બદલી થઈ શકે.
આ મહત્ત્વપૂર્ણ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્ય બજેટ રજૂ કરશે, જેમાં આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસ પહેલની રૃપરેખા આપવામાં આવશે. સત્રની શરુઆત રાજ્ય બજેટ રજૂ કરવા સાથે થશે, જેમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રો માટે મુખ્ય ફાળવણીઓ જાહેર થવાની અપેક્ષા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારની કામગીરીની ચકાસણી કરશે, બેરોજગારી અને ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડ જેવા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરશે તેવી અપેક્ષા છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
