<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

કાલાવડ રોડ પર બ્રીજ નીચે જોખમી ગેમઝોન રદ કરોઃ કોંગ્રેસ

મનપા તંત્ર દ્વારા એનઓસી લીધા વગર માચડો ખડકાયોઃ ટ્રાફિક સમસ્‍યા સર્જાશે અને અકસ્‍માતનો ભય સર્જાશેઃ આ અંગે યોગ્‍ય કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં ડે. કમિશનરને રજૂઆત

રાજકોટ, તા. રરઃ શહેરના કાલાવડ રોડ પર બ્રિજ નીચેનો જોખમી ગેમઝોન પ્રોજેકટ રદ કરવા આજે સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં ડે. કમિશ્નર ચેતન નંદાણીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્‍યુ હતુ કે મહાનગરપાલીકાના વોર્ડ નં. ૧૦ ના કાલાવડ રોડ પર કે.કે.વી. સર્કલ નજીક આત્‍મીય કોલેજ પાસે, પરિમલ સ્‍કૂલ સામે ગેમ ઝોન ખડકાઈ રહ્યા છે. જેની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે જે હાલમાં એનઓસી લીધા વગર માચડોખડકી ગયો છે અને કામ શરૂ થઈ જતા પ્રોજેકટ રદ કરવા  કોંગ્રેસ આગેવાનોની માંગ છે. જો પ્રોજેકટ નો અભરખો જાગ્‍યો હોય તો મહાનગરપાલિકા ના અન્‍ય સ્‍થળો એ  ગેમઝોન બનાવી શકાય છે  હાલ જે સ્‍થળે ગેમઝોન બનાવવામાં આવશે તે સ્‍થળે રોજીંદી ર્પાકિંગ અને ટ્રાફિક સમસ્‍યા છે એક ગાળા માં બોક્‍સ ક્રિકેટ, બીજા ગાળામાં સ્‍કેટિંગ રિંગ અને સ્‍નુકર, કેરમ જેવી ઇંડોર ગેમ માટે માંચડો જે રીતે બને છે તે મિનિ ટીઆરપી ઝોન જેવુ હોવાનો આક્ષેપ કર્યો હતો.

શાસક પક્ષ દ્વારા આ પ્રકારના પ્રોજેકટ બનાવી ર્પાકિંગ અને ગેમ ઝોન પોતાના મળતિયાઓને ખટાવી દેવાનો પ્રયાસ છે પે એન્‍ડ ર્પાકિંગમાં હાલ નિયમ મુજબ ફી વસૂલવાને બદલે બેફામ ઉઘરાણા થાય છે.

આ સ્‍થળે જો ગેમ જોન સાકાર થાય તો વેપારીઓ માટે ર્પાકિંગ ની સમસ્‍યા સર્જાશે અને સ્‍કૂલ, કોલેજ હોવાને પગલે વિધાર્થીઓને પણ અડચણ રૂપ અને ગોકીરો થતાં અભ્‍યાસ માં દખલગીરી થશે  સ્‍કૂલ કોલેજના વિધાર્થીઓ છૂટવાના સમયે ટ્રાફિક સમસ્‍યા સર્જાશે અને અકસ્‍માત નો ભય સર્જાશે.

મહાનગરપાલિકા એ અગાઉ રાજકોટ ની જનતા ના અભિપ્રાય લીધા વગર જે પ્રોજેકટો બનાવ્‍યા છે તેમાં કા તો બુદ્ધિ નું દેવાળું ફૂકયું છે કાતો એ પ્રોજેકટ રદ કરવામાં આવ્‍યો હોવાનો આક્ષેપ કર્યો છે. અંતે નોંધનીય છે કોટેચા માં સ્‍કાઇ વોર્ક માં ૬૦ લાખનો ખર્ચ કર્યા બાદ ઙ્કોજેકટ રદ થયો હતો. ગોંડલ રોડ મક્કમ ચોક ટ્રાંયેંગ્‍યુલર ઓવર બ્રિજ સાંકડો કરતાં આજે એસ.ટી. ના ડ્રાઈવરોને સૂચના છે કે આ બ્રિજ પર એસ.ટી ના ચલાવવી. શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક સર્કલો મસમોટા કરી નાના કરી બુદ્ધિ નું દેવાળું ફૂકયું હતું. રેલનગર માં ઓવર બ્રિજ બનાવવાને બદલે અંડરબ્રિજ બનાવતા બારે માસ પાણી ભરાયેલૂ રહે છે. આ રજુઆતમાં અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, ડી પી મકવાણા, રાજદીપસિંહ જાડેજા, ગોપાલભાઈ અનડકટ, નિર્મળ ભાઈ મારુ, મેઘજીભાઈ રાઠોડ, ગોપાલભાઈ મોરવાડિયા, ગજેન્‍દ્રસિંહ ઝાલા સહિતના કોંગી આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(૬.૧૬)

કોંગ્રેસ સ્‍ટેન્‍ડીંગ-સામાન્‍ય સભા વખતે કેમ ન હતી ? લોકમુખે પ્રશ્ન

કેકેવી ચોક ઓવર બ્રીજ નિચે ૧પ દિવસ બાદ ગેમઝોનનો વિપક્ષ દ્વારા વિરોધ

રાજકોટ : કેકેવી ચોક સ્‍થિત ઓવર બ્રિજની નિચે ગેમઝોન બનાવવા મનપાના નિર્ણયનો વિરોધ કરી કોંગ્રેસ ઉઘમાંથી ઉઠી ડે. કમિશ્નરને આજે આવેદન પાઠવ્‍યું હતું. મનપાની ર૦રપ ની પ્રથમ સ્‍ટેન્‍ડીંગનું જાન્‍યુઆરીએ યોજાઇ હતી. જેમાં ગેમઝોનને લઇને દરખાસ્‍ત મંજુર કરવામાં આવી હતી. સ્‍ટેન્‍ડીંગ અગાઉ એજન્‍ડા પણ તંત્ર દ્વારા પ્રસિધ્‍ધ કરાઇ છે ત્‍યારે પણ કોંગ્રેસ આ મુદાને લઇને અજાણ હતી ? અને હવે ૧પ-૧પ દિવસે વિરોધ કરવા કેમ પહોંચી ? સામાન્‍ય સભામાં પણ ગેરહાજર કેમ રહયા ? સહિતના પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહયા છે.(૬.૧૭)

(3:31 PM IST)