<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

પ્રોફેસર વિજય વ્યાસને પીએચ.ડી.ની પદવી

વીવીપી એન્જીનિયરીંગ કોલેજના આઇ.ટી.વિભાગના પ્રોફેસર :આ રિસર્ચ ઉર્જા સંરક્ષણ, પર્યાવરણ જાળવણી, આર્થિક વૃધ્ધિ અને નોંધપાત્ર સુધારા સાથેની જાહેર સેવાઓને ઝીલવાનો માર્ગ આપે છે.

રાજકોટઃ વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ના આઈ.ટી. વિભાગ ના પ્રોફેસર શ્રી વિજયભાઈ કે.વ્યાસે હાલ નિરમા યુનિવર્સીટી માં કાર્યરત ડો. અશ્વિન જી. રૈયાણીના માર્ગદર્શન હેઠળ ઈનહાસમેન્ટ ઓફ  IOTA એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઇન  IOTA અંતર્ગત સીપીયુના વપરાશ અને ટિપ સિલેકશન ના કન્ફર્મેશન ટાઇમ અને એકઝેકયુશન ટાઇમ માટે ડિસ્ટ્રિબ્યુટેડ લેઝર ટેકનોલોજીની મદદથી Resource Allocation Weighted Random Walk (RA-WRW) અલગોરિધમ વિષય પર પી.એચ.ડી. પૂર્ણ કર્યું.

શ્રી વિજયભાઈ કે. વ્યાસે પ્રસ્તુત વિષય પર કરેલ રિસર્ચ થી ડેવલોપ કરેલ અલ્ગોરિથમ સૂચિત અભિગમ કમ્પ્યુટેશનલ સ્ત્રોતના ઉપયોગમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે, જેમાં સીપીયુના વપરાશમાં ૨૨.૯ટકાનો દ્યટાડો થયો છે, આ મોડેલે ૪.૫ સેકન્ડનો ટિપ કન્ફર્મેશન ટાઇમ અને એકઝેકયુશન ટાઇમમાં ૪૩.૮ સેકન્ડનો પ્રભાવશાળી ઘટાડો હાંસલ કર્યો છે.વધુમાં આ રિસચ ર્હાલના સામાજિક પડકારો જેવા કે ઉર્જા સંરક્ષણ, પર્યાવરણ જાળવણી, આર્થિક વૃદ્ઘિ અને નોંધપાત્ર સુધારા સાથેની જાહેર સેવાઓ ને ઝીલવાનો માર્ગ આપે છે આખરે ઉચ્ચ ગુણવતાઓ સાથેનું જીવન તથા સંસાધનોના સ્માર્ટ સંચાલનમાં મહત્વનો ભાગ ભજવે છે. આ તકે પ્રો. વિજય વ્યાસ ને પી.એચ.ડી ની પદવી મળવા ના શુભ અવસરે મિત્રો સગા વ્હાલા , તેમજ સમગ્ર વીવીપી પરિવાર તરફથી શુભેચ્છા મળી રહી છે.

(12:04 PM IST)