તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
શ્રીરામ જન્મભૂમિમાં શ્રીરામ લલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિતે રાજકોટમાં પૂજન અને મહાઆરતીનો ઉત્સવ ઉજવાયો

પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોષીપુરા, પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરૂ, પૂર્વ ઉપકુલપતિ કલ્પક ત્રિવેદી, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, કમલેશ મીરાણી, મ્યુ. શાસક પક્ષના દંડક મનીષ રાડીયા, પ્રથમ મહિલા મેયર ભાવના જોષીપુરા, સેવિકા સમિતિના કાંતાબેન કથીરિયા, સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય નેહલ શુકલ, સંઘના અગ્રણી ગીરીશ ભટ્ટ, પ્રો. ભરત રામાનુજ, ડો. ગૌરવ શાહ, દીપક મદલાની, પ્રશાંત જોષી, ડેનિસ આડેસરા સહીત શૈક્ષણિક સામાજીક વ્યાપાર ઉદ્યોગ જગત, કલાક્ષેત્ર તેમજ સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓની પ્રભાવી ઉપસ્થિતિમાં શ્રીરામચંદ્રજીનું ભાવપૂર્ણ પૂજન
રાજકોટ : ૫૫૦ વર્ષના ગાળા પછી અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ગત વર્ષે રામલલાની મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠની પૂર્વ સંધ્યાય રાજકોટના સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટની વિવિધ સંસ્થાઓ તેમજ સર્વ ક્ષેત્રિય અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને સામાજિક રાજકીય અગ્રણીઓની હાજરીમાં શ્રીરામ પૂજન તેમજ મહાઆરતીનો મંગલમય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રામ ભક્તોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી જયશ્રી રામના નારા સાથે દિવ્ય વાતાવરણ ખડું કરી દીધુ હતુ. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પ્રારંભે પ્રોફેસર કમલેશ જોષીપુરાએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી દેશમાં આત્મગૌરવ આત્મ સન્માન અને સ્વાભિમાનનો ભાવ જાગળત થયો હોવાનું જણાવી આ ઘટનાને દર વર્ષે યાદ કરી આવા કાર્યક્રમ આયોજિત કરવાની લાગણી વ્યકત કરી હતી. અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોષીપુરા અને તેમના બહેનોની ટીમે ભગવાન માટે શિરાનો પ્રસાદ તૈયાર કર્યો હતો, ભગવાનને વિધિવત રીતે નૈવેદ્ય ધરી મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રત્યેકને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. જયોતિબેન રાજ્યગુરુ, અધિવક્તા પરિષદના પ્રમુખ પ્રશાંતભાઈ જોશી, વ્યાપારી અગ્રણી નરેન્દ્રભાઇ (બાલાભાઈ પોપટ), રાજકોટ જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દિપકભાઈ મદલાણી, હળવદ મિત્ર મંડળ બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ જાની, વરિષ્ઠ સ્વયંસેવક સચિન દોશી, વિનોદભાઈ ઝિંઝુવાડીયા, ચિરાગભાઈ ચૌહાણ, ખાનગી શાળા સંચાલક મંડળના વિમલભાઈ છાયા, વોર્ડ નં.૭ ભાજપના પ્રમુખ વિશાલભાઈ માંડલિયા, શૈલેષભાઈ હાપલિયા, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, કડવા પટેલ સમાજના આગ્રણી જાણીતા ઉદ્યોગપતિ લલીતભાઈ હુડકા અને વિરમગામા, પૂર્વ આઈએએસ પંકજભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ નલીનભાઈ જોશી, તેમજ પરિમલ જોશી, વિજયભાઈ વ્યાસ, રેલ્વે લોકો એસોસિએશનના ત્રિલોકભાઈ જોશી, લોધા સમાજના અગ્રણી નીતિનભાઈ જરીયા, આહિર સમાજના અગ્રણી પ્રકાશભાઈ છૈયા, કાયદાવિદ્યા શાખાના ગોવિંદભાઈ વેકરીયા, ધારાબેન ઠાકોર, ચિરાગભાઈ, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. જાગનાથ મંદિરના મહંત અરુંધતીદાસજીના આશીર્વાદ સાથે આયોજિત આ ઉપક્રમમાં શ્રી રામ લલ્લાનું પૂજન વિસ્તારના નગરસેવિકા શ્રીમતી જયશ્રીબેન ચાવડા અને પ્રવીણ ચાવડા દંપતીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ઇતિહાસવીદ પ્રો. પ્રફુલ્લાબેન રાવલ, અર્થશાષા ભવનના અધ્યક્ષ નવીન શાહ, ડેન્ટલ એસો.ના ડો. પુરોહિત, ઓર્થોપેડિક સર્જન ગૌરવભાઈ શાહ, અરૂણભાઇ નિર્મળ, વિનુભાઈ વ્યાસ, એઇમ્સ રાજકોટના મેડિકલ ઓફિસર ડો. ભાવેશભાઈ મોદી, યોગ ક્ષેત્રમાં રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પારુલબેન દેસાઈ, જાણીતા જીવવિજ્ઞાની ડો. વર્ષા ત્રિવેદી, સમાજ કાર્યના અભ્યાસુ કોમલબેન કપાસી, રાજપૂત સમાજના નિર્મળસિંહજી હેરમાં, ભાઈશંકર ઠાકર, ભારતીબેન ખખર, રમાબેન સિદ્ધપરા, કિરણબેન, સિંધી સમાજના અગ્રણી વ્યાપારી રાજુભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી ભાવનાબેન જોશીપુરાના માર્ગદર્શનમાં ગુજરાતની વડી અદાલતના ધારાશાષાી શ્રી સમ્રાટકુમાર ઉપાધ્યાય, ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પારુલબેન પંડયા, લીલાબેન મેપાણી તેમજ જાગનાથ મંદિરના સેવકોએ જહેમત ઉઠાવી હતી. રાજકોટના જાગનાથ મંદિરે શ્રી રામચંદ્ર ભગવાનના પૂજન આરતી સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે. (૧૬.૩)
(2:55 PM IST)










