<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ઐતિહાસિક નગરી રાજપીપળા જીન કમ્પાઉન્ડ ખાતે ૧૦૮ કૂંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વારના આશીર્વાદન અને માર્ગદર્શનમાં ૧૦૮ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન રાજપીપળા નગરમાં કરવામાં આવ્યું છે. યુગઋષિ, વેદમૂર્તિ તપોનિષ્ઠ, પરમ આદરણીય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા સ્થાપિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની રાજપીપળા શાખા દ્વારા ૧૦૮ કૂંડી શક્તિ સંવર્ધન ગાયત્રી યજ્ઞનું તા.૨૨ થી ૨૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમ્યાન જીન કમ્પાઉન્ડ મેદાન શ્રી હરસિધ્ધિ માતાના મંદિર સામે રાજપીપળા ખાતે કરવામાં આવ્યું છે. આ યજ્ઞ દરમ્યાન યુવા સંમેલન, મહિલા સંમેલન, ગર્ભોત્સવ સંસ્કાર, દીક્ષા સંસ્કાર, વિદ્યાઆરંભ સંસ્કાર, મુંડન સંસ્કાર જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે, આ યજ્ઞના તમામ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈપણ ફી નથી અને ગાયત્રી પરિવાર, રાજપીપળા, શાખાના જણાવ્યા પ્રમાણે તમામ સંસ્કારો પણ નિશુલ્ક આપવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે સાહિત્ય, સ્ટોલ અને વિવિધ પ્રદર્શનો પણ રાખવામાં આવ્યા છે. જેનો જાહેર જનતા ભાવિકોને લાભ લેવા અપિલ કરવામાં આવે છે. 
સ્થળ જીન કમ્પાઉન્ડ મેદનમાં શ્રી હરસિધ્ધિ માતાના મંદિર સામે રાજપીપળા, જિ.નર્મદા રાષ્ટ્ર નિર્માણની દિશામાં પ્રગતિ કરવા માટે નર્મદા જિલ્લાના તમામ ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, ભાઈઓ-બહેનોને ધર્મ, જાતિ, સંપ્રદાય, ઊંચનીચના ભેદભાવ વગર, ભેદભાવ છોડીને આધ્યાત્મિક ઉર્જાનો લાભ લેવા માટે જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ છે.

(10:40 PM IST)