તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 22nd January 2025
નર્મદાના ICDS વિભાગ કુંભકર્ણ કરતા વધુ આળસુ..?!! સ્વાગત ફરિયાદ નિવારણમાં ખાતરી આપવાને એક વર્ષ થવા છતાં નવા આંગણવાડી મકાન બન્યું નથી
સંવેદનશીલ સરકાર અને ગતિશીલ ગુજરાતના દાવાઓ કરતી ગુજરાત સરકાર તેમના વિભાગોની કામગીરીની સમીક્ષા કરે તો ખબર પડે કેટલી સંવેદના અને કેટલી ગતિ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: 0 થી 5 વર્ષના બાળકો અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય ના શશક્તિકરણ માટે કાર્યરત એવા ICDS વિભાગ હેઠળ વર્ષ 2018થી રાજપીપળાના દક્ષિણી ફળિયા કાળકા માતા મંદિર પાસે આવેલી બાળ આંગણવાડીનું મકાન જર્જરિત અને 12 વર્ષથી પાણીના કનેક્શન વગર ચાલતું હતું. જે અંગે ICDS વિભાગને સ્થાનિકો દ્વારા પત્ર લખી નવા મકાનની માંગણી કરાઈ હતી. ત્યારે જુના મકાન ને જર્જરિત જાહેર કરી બાળકો ને અન્યત્ર ભાડા ના મકાનોમાં ખસેડી દેવાયા હતા, ત્યાર થી લઈ આજદિન સુધી હજી આ આંગણવાડી મકાન નવું બન્યું નથી.
ICDS વિભાગના અધિકારીઓની અણઆવડત અને બિનકાર્યક્ષમ અભિગમથી થાકીને આ પ્રશ્ન પેહલા ગ્રામ્ય અને બાદમાં જાન્યુઆરી 2024 માં જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા તત્કાલીન જિલ્લા કલેકટર સ્વેતા તેવટિયા સમક્ષ લઈ જવાયો ત્યારે ICDS ના જવાબદાર અધિકારી દ્વારા ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, અને ટૂંક સમયમાં નવા મકાનની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ એ ખાતરી ને પણ હવે એક વર્ષ વીતી જવા છતાં હજી પણ નવી આંગણવાડીના મકાનનું કામ શરૂ થયું નથી.
છેલ્લાં 5 વર્ષ થી ICDS વિભાગના અધિકારીઓ અવાર નવાર કોઈને કોઈ બહાનાઓ આગળ ધરીને પોતાની જવાબદારી માંથી છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા છે પરિણામે સ્થાનિક વિસ્તારથી દૂર આવેલ સાંકડાં વિસ્તારમા ભાડાના મકાનમા ચાલતી આંગણવાડીમાં વાલીઓ સલામતીના કારણોસર બાળકોને મુકતા નથી, તેમજ લેવા અને મુકવા જવા માટે વાલીઓને ભારે મુશ્કેલી પડે છે અને બાળકો માટે સલામતીનો પણ પ્રશ્ન છે, ત્યારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓ કેટલા સંવેદનશીલ છે અને તેમના કાર્યમાં કેટલી ગતિ છે એની તપાસ નર્મદા જિલ્લા કલેકટરએ કરવી જોઈએ
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
