તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજ્યમાં ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો: 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે
ગાંધીનગરમાં 13.4, રાજકોટમાં 13.8, ડીસામાં 14.1 ડિગ્રી, કેશોદમાં 14.7, ભુજમાં 14.8, પોરબંદરમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ : રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો અને આગામી 24 કલાકમાં વધુ 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, 24 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. જોકે ત્યાર બાદ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સુધી નોંધાયું હતું. જ્યારે રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહુવામાં 31.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 30.9, સુરતમાં 30.8, અમદાવાદમાં 30.7, કંડલા પોર્ટમાં 30.6, વડોદરામાં 30.4, ગાંધીનગરમાં 30.2, સુરેન્દ્રનગરમાં 30, રાજકોટમાં 29.8, ડીસામાં 29.7, ભાવનગરમાં 29.7, વેરાવળમાં 29.2, અમરેલીમાં 29, કેશોદમાં 28.3, પોરબંદરમાં 28.2, ભુજમાં 27, ઓખામાં 26.4, નલિયામાં 26 અને દ્વારકામાં 24.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાન જોઈએ તો નલિયામાં 9 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4, રાજકોટમાં 13.8, ડીસામાં 14.1, કેશોદમાં 14.7, ભુજમાં 14.8, પોરબંદરમાં 15, અમદાવાદમાં 15.4, વડોદરામાં 15.6, મહુવામાં 15.6, અમરેલીમાં 16.4, સુરેન્દ્રનગરમાં 16.8, વલ્લભ વિદ્યાનગરમાં 17.4, કંડલા પોર્ટમાં 17.5, ભાવનગરમાં 17.8, સુરતમાં 18.2, વેરાવળમાં 18.3, દ્વારકામાં 18.6, ઓખામાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
