News of Wednesday, 22nd January 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ સહીત ચાર શહેરોમાં 600 રૂપિયા સુધી બોલાયો: જાણો 20 યાર્ડના ભાવ
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 10,264.07 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 10,264.07 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 465 રૂ. અને નીચો ભાવ 130 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 600 રૂ., ખંભાતમાં 580 રૂ., કપડવંજમાં 520 રૂ., ભાવનગરમાં 516 રૂ., મહુવામાં 508 રૂ., ગોંડલમાં 451 રૂ., નડિયાદમાં 440 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,264.07 ટન ડુંગળીની આવક થઇ છે.


(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
