<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાનએ ૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત ભારતનો કરેલો નિર્ધાર સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચ સાથે પ્રતિબદ્ધ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ ૧૦૦ દિવસ સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની વિડીયો કોન્ફેરન્સથી સમીક્ષા કરી: ૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન ઝુંબેશ અન્વયે ગુજરાતમાં ૧૬ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં ત્રણ ૩૩.૯૨ લાખ હાઈરીસ્ક વસ્તીનું મેપિંગ અને ૪.૪૨ લાખ ટી.બી. સ્ક્રિનિંગ થયું : રાજ્યમાં ૧૦ હજારથી વધુ નિક્ષય મિત્રો દ્વારા ૩.૨૧ લાખ પોષણ કિટ અપાઈ : ૩૪ હજાર થી વધુ એક્સ-રે તપાસ અને નિક્ષય શિબીરોનું આયોજન થયું: રાજ્યમાં એક પણ દર્દી નિક્ષય મિત્ર સાથે જોડાવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાની નેમ છે7:12 PM IST

ડબલ મર્ડરમાં ૧૨ વર્ષથી ફરાર પવને ગાઝીયાબાદમાં પોલીસ ચોકીની બાજુમાં જ ચાનો થડો ચાલુ કર્યો'તો!: રાજકોટ ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો : નાડોદાનગરમાં ભાઇ દિપક સાથે મળી પત્‍નિ-કાકીજીને પતાવી દીધા'તાઃ દિપક પકડાઇ ગયો, જેલમાંથી છુટી પણ ગયો હતોઃ પણ પવન મળ્‍યો નહોતો : એએસઆઇ જલદિપસિંહ જાડેજા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. મોહિલરાજસિંહ ગોહિલ, કોન્‍સ. હરસુખભાઇ સબાડ આરોપીની જ્‍યાં કેબીન હતી ત્‍યાં પહોંચ્‍યાઃ પણ તે હાજર નહોતોઃ રિક્ષાચાલક, કપડા-ફ્રુટના ફેરીયાનો વેશ ધારણ કરી ત્રણ દિવસ વોચ રાખીઃ ચોથા દિવસે ઝડપાઇ ગયોઃ આરોપીના ફોનમાં ઓનલાઇન રોકડ જમા થતી હોઇ તેના આધારે પગેરૂ મેળવ્‍યું : ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના મુજબ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એલ. એમ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ એ. એન. પરમારની ટીમની સફળ કામગીરી3:37 PM IST