તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
નર્મદા જીલ્લા બાર એસોસિએશનના ઉપ પ્રમુખ પદ ની ચૂંટણી માં પડી ટાઇ
બંને ઉમેદવારોને સરખા મતો મળતા 6, 6 મહિના સત્તા વહેંચાઈ:અગાઉ ફોર્મ ભરવામાં ઉપપ્રમુખ સિવાય કોઈ પદ માટે હરીફ ઉમેદવારના હોય પ્રમુખ, સેક્રેટરી, લાઇબ્રેરિયન તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જીલ્લા બાર એસોસિએશનની દર વર્ષે યોજાતી ચૂંટણીમાં પ્રથમવાર એવું બન્યું કે ચૂંટણી બિન હરીફ થઈ હોય.ચૂંટણી જાહેર થઈ ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે પ્રમુખ, સેક્રેટરી, લાઇબ્રેરિયન તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. માત્ર ઉપપ્રમુખ પદ માટે હરીફાઈ થતાં ચૂંટણી યોજાઈ જેમાં પણ બંને વિજેતાને સરખા વોટ મળતા ટાઈ થઈ હતી.
નર્મદા જિલ્લા બાર એસોસિયેશન ની ચૂંટણીમાં આ વર્ષે પ્રથમ વખત બિનહરીફ નિમણૂક થઈ જેમાં 10 વર્ષ થી સતત જીતતા આવતા એડવોકેટ વંદના ભટ્ટ એ 11 મી વખત પ્રમુખ પદ જાળવી રાખ્યું જ્યારે તેમની સાથે આદિલખાન પઠાણ બિનહરીફ સેક્રેટરી પદ માટે પસંદ થયા છે, જોઈન્ટ સેક્રેટરી પદે પી. આર. તડવી, લાઈબ્રેરિયન પદે કલાઈવાલા સાહિલ, તેમજ મહિલા સભ્ય તરીકે ડી. ડી. તડવીની નિમણૂક થતા સૌએ શુભકામનાઓ પાઠવી હતી. હવે નર્મદા જીલ્લા બાર એસોસિએશનમાં માત્ર ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ જેમાં સાદિક માલિક અને અશ્વિન રોહિત વચ્ચે જંગ જામ્યો હતો.
રાજપીપળા કોર્ટમાં બાર રૂમ માં ચૂંટણી યોજાઈ જેમાં 118 સભ્યો માંથી 102 સભ્યોએ વોટિંગ કર્યું હતું.જેમાં સાદિક મલિક ને 51 મત મળ્યા જ્યારે અશ્વિન રોહિતને પણ 51 મત મળ્યા આમ બંને ના સરખા મતો નીકળતા બંને ને વિજેતા જાહેર કરી છ - છ મહિના પદ સંભાળી શકે એવી જાહેરાત કરવામાં આવી આમ તમામ પદો જાહેર થતા ચૂંટણી સંપૂર્ણ થઈ હતી.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
