<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

હૃદય થંભી જવાની ત્રણ ઘટનામાં બે રિક્ષાચાલક અને સફાઇ કામદારના મૃત્‍યુ

સોૈરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ પાસે ક્‍વાર્ટરમાં રહેતાં મેહુલભાઇ ખેરડીયા ફોન ઉપાડતાં નહોતાં: કુટુંબી ભાઇએ ઘરે જઇ દરવાજો તોડી જોતાં લાશ મળીઃ રેલનગરના દિનેશભાઇ નારોલા અને આર્યનગરના કાળુભાઇ ખીટ ઘરે બેભાન થયા બાદ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૧: ઠંડીનું પ્રમાણ વધ્‍યુ છે ત્‍યારે હાર્ટએટેકથી મોતના બનાવોમાં પણ વધારો થયો છે. હૃદય બંધ પડી જવાની ઘટનાઓમાં વધુ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં સોૈરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલની બાજુની શેરીમાં  ફલેટમાં રહેતાં રિક્ષાચાલક યુવાનની ઘરમાંથી લાશ મળી હતી. ફોન રિસીવ થતો ન હોઇ કુટુંબીએ ઘરે જઇ દરવાજો તોડી જોતાં મૃતદેહ મળ્‍યો હતો. તેને હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. અન્‍ય બે બનાવમાં રેલનગરમાં રહેતાં સફાઇ કામદાર પ્રોૈઢ અને આર્યનગરમાં રહેતાં રિક્ષાચાલક પ્રોૈઢના પણ હાર્ટએટેકથી મૃત્‍યુ થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ સોૈરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ નજીક પ્રધાનમંત્રી આવાસ કવાર્ટરમાં છઠ્ઠા માળે ફલેટ નં. સી-૬૨૦મા રહેતાં મેહુલભાઇ ભીખુભાઇ ખેરડીયા (ઉ.વ.૪૨) નામના યુવાનની તેના ઘરમાંથી લાશ મળી આવતાં માલવીયાનગર પોલીસ મથકના અરૂણભાઇ ચાવડા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.  મેહુલભાઇ એક બહેનથી મોટા હતાં અને એકલવાયુ જીવન જીવતાં હતાં.

ગઇકાલે તે ફોન ઉપાડતાં ન હોઇ કુટુંબી ભાઇ તેના ફલેટ પર જઇ તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ જણાયો હતો. ખખડાવવા છતાં નહિ ખોલાતાં તોડીને જોતાં મેહુલભાઇ બેભાન મળતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે મૃત જાહેર કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં રેલનગરમાં પેટ્રોલ પંપ પાસે રહેતાં દિનેશભાઇ છગનભાઇ નારોલા (ઉ.વ.૫૩) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન સવારે દમ તોડી દીધો હતો. તેઓ ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે વોર્ડ નંબર ૨-બમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. તેમને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

ત્રીજા બનાવમાં પેડક રોડ આર્યનગરમાં મારૂતિ મધરલેન્‍ડ સ્‍કૂલ પાસે રહેતાં કાળુભાઇ સામતભાઇ ખીટ (ઉ.વ.૫૬) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. તેમેને હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. આ બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે બી-ડિવીઝન, પ્ર.નગરમાં જાણ કરી હતી.

(11:03 AM IST)