News of Saturday, 21st December 2024
મોદીની શાનદાર લોકપ્રિયતાએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપને જીત અપાવી, રાહુલ ગાંધી ફરી એક વાર ફેલ : સર્વે
મહારાષ્ટ્રમાં સર્વે કરવામાં આવેલા લગભગ ૫૫ ટકા અને હરિયાણામાં ૫૩ ટકા મતદારોએ પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં ઉછાળાની વાત કહી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની વચ્ચે મતદારોની ભાવનામાં બદલાવ આવ્યો છે : મહારાષ્ટ્ર અને હરિયાણાના કેટલાય મતદારો, જેમણે સંસદીય ચૂંટણીમાં ભાજપને વોટ નહોતો આપ્યા, તેમણે વિધાનસભા ચૂંટણીમાં પોતાનો નિર્ણય બદલી નાખ્યો

નવી દિલ્હી, તા.૨૧: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓનો વટ ઉતારી દીધો હતો. ભારતીય જનતા પાર્ટીએ બંને રાજ્યોમાં શાનદાર વિજય મેળવ્યો અને ત્યાં સરકારો પણ બનાવી લીધી છે.
મૈટ્રિઝ સર્વેએ આ કારણો વિશે જાણકારી આપી છે, જેણે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અપેક્ષાકળત નબળા પ્રદર્શન છતાં આ રાજ્યોમાં ભાજપની મહત્વપૂર્ણ જીતમાં યોગદાન આપ્યું. સર્વેમાં કેટલાય કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો, જેમાં પ્રધાનમંત્રી મોદીના સ્થાયી પ્રભાવ અને કોંગ્રેસના નેતળત્વવાળા વિપક્ષની ભાજપને પ્રભાવી પડકાર આપવામાં નિષ્ફળતા સામેલ છે. આ બંને ચૂંટણીની વચ્ચે મતદારોની ભાવનાઓમાં ફેરફારને રેખાંકિત કર્યું. સંવૈધાનિક બદલાવની આડમાં કોંગ્રેસની કોશિશો વિધાનસભા ચૂંટણી દરમ્યાન કોઈ ખાસ પ્રભાવ પાડી શકી નહીં.
આ સર્વે ૨૫ નવેમ્બર ૨૦૨૪થી ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ની વચ્ચે કરવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં ૭૬,૮૩૦ અને હરિયાણામાં ૫૩,૬૪૭ ઉત્તરદાતાઓને સામેલ કર્યા છે.
પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાએ ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ફક્ત ૨૪૦ સીટો મળી, પણ મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં મતદારોની વચ્ચે તેમની લોકપ્રિયતા યથાવત્ રહી. સર્વેથી જાણવા મળે છે કે આ રાજ્યોમાં મતદારોએ તેમના પર અતૂટ વિશ્વાસ જાળવી રાખ્યો. મહારાષ્ટ્રમાં સર્વે કરવામાં આવેલા લગભગ ૫૫ ટકા અને હરિયાણામાં ૫૩ ટકા મતદારોએ પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં ઉછાળાની વાત કહી, જે તેમની મજબૂત અને નિર્ણાયક નેતળત્વની છબીને દર્શાવે છે.
લોકસભા ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા સંવૈધાનિક બદલાવ પરના પોતાના નિવેદનોને જાળવી રાખવામાં કોંગ્રેસની નિષ્ફળતા એક મહત્વપૂર્ણ કારણ તરીકે સામે આવ્યું. જો કે, સંસદીય ચૂંટણી દરમ્યાન આ દાવાને થોડુ બળ મળ્યું, પણ વિધાનસભા ચૂંટણી દરમ્યાન તે નકામા સાબિત થયા. સંવૈધાનિક સંશોધન, કળષિ કાયદા અને પહેલવાનોની ચિંતા જેવા મુદ્દા, જેને કોંગ્રેસે ઉગાજર કરવાની કોશિશ કરી, મહારાષ્ટ્ર અને હરિયાણાના મતદારો દ્વારા મોટા પાય પર ફગાવી દીધા.
રાહુલ ગાંધીના નેતળત્વ વિશે મતદારોની ધારણાએ કોંગ્રેસના ખરાબ પ્રદર્શનમાં વધારે યોગદાન આપ્યું. તેમને જમીની હકીકતથી અલગ અને પીએમ મોદી સામે એક વિશ્વસનીય વિકલ્પ રજૂ કરવામાં અસમર્થ માનવામાં આવ્યા. આ ધારણ મોદીની એક મજબૂત અને પ્રભાવશાળી નેતાની છબીની તુલનામાં ખાસ વધારે હતી.
સર્વેથી જાણવા મળે છે કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણીની વચ્ચે મતદારોની ભાવનામાં બદલાવ આવ્યો છે. મહારાષ્ટ્ર અને હરિયાણાના કેટલાય મતદારો, જેમણે સંસદીય ચૂંટણીમાં ભાજપને વોટ નહોતો આપ્યા, તેમણે વિધાનસભા ચૂંટણીમાં પોતાનો નિર્ણય બદલી નાખ્યો. આ ફેરફારનો શ્રેય પીએમ મોદીના નેતળત્વ અને કેન્દ્ર સરકારની નીતિઓમાં વધતો વિશ્વાસ દર્શાવે છે.જેના વિશે મતદારોનું માનવું હતું કે, તેનાથી તેમના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડયો. વિપક્ષ દ્વારા સુસંગત અને ઠોસ વિકલ્પ રજૂ કરવામાં અસમર્થતાએ ભાજપની અપીલને વધારે મજબૂત કરી.
વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપના રાણનીતિક સંદેશે મતદારોની પસંદને ખૂબ જ પ્રભાવિત કર્યા. એક હૈ તો સુરક્ષિત હૈ.નો નારો મતદારોના દિલમાં ઘર કરી ગયો, જેમાં પ્રધાનમંત્રી મોદીના નેતળત્વમાં સ્થિરતા, રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ પર ભાર આપ્યો. તેનાથી વિપરીત, કોંગ્રેસના આંતરિક સંઘર્ષ અને વિભાજનકારી નિવેદનબાજીએ મતદારોના ભાગલા પાડી નાખ્યા, જેનાથી ભાજપના કથાનકને પ્રભાવી રીતે મુકાબલો કરવામાં તેમની નિષ્ફળતા ઉજાગર થઈ.
હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરથી લઈને નવા નેતાઓ આવવા સુધીના નેતળત્વ પરિવર્તને પણ ભાજપની સફળતામાં યોગદાન આપ્યું. સર્વેથી જાણવા મળ્યું કે, ૪૪ ટકા ઉત્તરદાતાઓએ નેતળત્વ પરિવર્તનને સકારાત્મક રીતે જોયું છે. આ ઉપરાંત સ્થાનિક સ્તર પર ભાજપના મજબૂત નેતાઓ અને સુવ્યવસ્થિત અભિયાને પાર્ટીના આધારને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી.
સ્થાનિક મુદ્દા અને કલ્યાણકારી યોજનાઓ પર ભાજપના ફોક્સે મતદારોને સમર્થન વધાર્યું. કળષિના માળખાગત ઢાંચા અને ગ્રામિણ વિકાસમાં પહેલોની સારી પ્રતિક્રિયા મળી, કેટલાય મતદારોએ સરકારી યોજનાઓનો સીધો લાભ મળવાની વાત પણ સ્વીકારી.
મૈટ્રિઝ સર્વેએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની જીત વિશે વ્યાપક જાણકારી આપી છે. પ્રધાનમંત્રી મોદીની સ્થાયી લોકપ્રિયતા, સંવૈધાનિક બદલાવો પર કોંગ્રેસની પોતાની કહાનીને બનાવી રાખવામાં અસમર્થતા, પાછલા નિર્ણયોમાં મતદારો દ્વારા કરવામાં આવેલા સુધાર અને પ્રભાવી શાસન, રણનીતિક સંદેશ અને કલ્યાણકારી યોજનાઓ પર ભાજપનું ધ્યાન પાર્ટીની શાનદાર સફળતામાં યોગદાન આપનારા મુખ્ય કારણો હતો
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
