તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st December 2024
ગોંડલમાં ગૃહમંત્રીના પૂતળાનું દહન : ત્રણની અટકાયત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૧ : ગોંડલ નાં માંડવીચોક પોલીસ ચોકી સામે ગત સવારે ત્રણ વ્યક્તિઓ એ ગળહમંત્રી અમીતભાઇ શાહ નાં પુતળાનું દહન કરતા પોલીસ દોડતી થઇ હતી.અને ભગવતપરા માં રહેતા ત્રણ વ્યક્તિઓની ગુન્હો નોંધી અટકાયત કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ગત સવારે સાડાદસ નાં સુમારે માંડવીચોકમાં ગોરાભાઇ નારણભાઇ સરવૈયા, નીતિનભાઈ બાવનજીભ઼ઇ સાંડપા તથા મનોજભાઇ સુરેશભાઈ પરમારે અમીતભાઇ શાહ ની ટિપ્પણીનાં વિરોધમાં પુતળા દહન કર્યુ હતુ.જ્યાં પુતળા દહન કરાયુ તેના થોડા અંતરે પોલીસ ચોકી આવેલીછે.અલબત પોલીસચોકી મોટાભાગે બંધ રહેતી હોય છે. પુતળા દહન થી પોલીસમાં દોડાદોડી થઇ પડી હતી.બાદ માં પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી અટકાયત કરી હતી.પોલીસ સુત્રોએ જણાવ્યુ કે પુતળા દહન પોલીસ ની જાણ બહાર કરાયુ હતુ.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
