<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

જામનગરમાં ભાજપ-કોંગ્રેસનો આમને-સામને વિરોધઃ કોંગ્રેસ પ્રમુખ બેભાન થયા

 

જામનગરઃ જામનગરમાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપના હોદેદારો કાર્યકરોએ વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી માફી માગે અને કોંગ્રેસ હાય હાયના નારા લાગ્‍યા હતા. ભાજપના ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત અનુસૂચિત જાતિમોરચાના પ્રદેશ ગૌતમ ઘેડીયા સહિતના હોદેદારોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકારોએ પણ અમિતભાઇ શાહ હાય હાયના નારા લગાવ્‍યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ બેભાન થયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાને પોલીસ વાનમાં હોસ્‍પિટલ લઇ જવાયા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:43 PM IST)