<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

અલ્લુ અર્જુનની ધરપકડનો રામ ગોપાલ વર્માએ કર્યો વિરોધ : કહ્યું- ‘શ્રીદેવીની ધરપકડ કરવા માટે પોલીસ સ્વર્ગમાં જશે?’

મુંબઇ  : અલ્લુ અર્જુનની ધરપકડના વિવાદ વચ્ચે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા ‘પુષ્પા’ સ્ટારના સમર્થનમાં જોવા મળ્યા હતા.  તેણે દિવંગત અભિનેત્રી શ્રીદેવી સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા આ સવાલ ઉઠાવ્યો હતો.  વર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.સોશિયલ મીડિયા પર અવારનવાર એક્ટિવ રહેતા ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ એક પોસ્ટ શેર કરી, શું તેમના માટે લોકપ્રિય થવું ગુનો છે? તેલંગાણા પોલીસ પર નિશાન સાધતા રામ ગોપાલે આગળ લખ્યું કે, મારી ફિલ્મ ‘ક્ષનમ ક્ષણામ’ના શૂટિંગ દરમિયાન શ્રીદેવીને જોવા આવેલા લાખોની ભીડમાં 3 લોકો માર્યા ગયા તો શું તેલંગાણા પોલીસ હવે સ્વર્ગમાં જશે? શ્રીદેવીની ધરપકડ કરવા માટે?

 

(6:48 PM IST)