News of Saturday, 21st December 2024
પેગાસસ હેકિંગ વિવાદ: યુએસ કોર્ટે NSO ગ્રુપને જવાબદાર ગણાવ્યું:વોટ્સએપની મોટી જીત
કેલિફોર્નિયા, યુએસમાં ફેડરલ જજે NSO ગ્રુપને પેગાસસ સ્પાયવેર દ્વારા લગભગ 1,400 WhatsApp વપરાશકર્તાઓના ઉપકરણોને નિશાન બનાવવા માટે દોષિત ઠેરવ્યા હતા

વોટ્સએપના વડા વિલ કેથકાર્ટે આ નિર્ણયને "ગોપનીયતા માટેનો મોટો વિજય" ગણાવ્યો હતો. "અમે આ કેસને સાબિત કરવામાં પાંચ વર્ષ ગાળ્યા કારણ કે અમે માનીએ છીએ કે જાસૂસી કંપનીઓ તેમની ગેરકાયદેસર ક્રિયાઓ માટે જવાબદારીમાંથી છટકી શકતી નથી," તેમણે કહ્યું.
મેટા-માલિકી ધરાવતા WhatsAppએ ઇઝરાયેલની કંપની NSO ગ્રુપ સામે મહત્વપૂર્ણ કાનૂની જીત મેળવી છે. કેલિફોર્નિયા, યુએસમાં ફેડરલ જજે NSO ગ્રુપને પેગાસસ સ્પાયવેર દ્વારા લગભગ 1,400 WhatsApp વપરાશકર્તાઓના ઉપકરણોને નિશાન બનાવવા માટે દોષિત ઠેરવ્યો છે.
વ્હોટ્સએપે 2019માં NSO ગ્રૂપ પર દાવો માંડ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે મે 2019માં કંપનીએ WhatsAppમાં બગનો ફાયદો ઉઠાવીને લગભગ 1,400 લોકોના ફોનને પેગાસસ સ્પાયવેરથી સંક્રમિત કર્યા હતા. આ લોકોમાં પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને અસંતુષ્ટોનો સમાવેશ થતો હતો. આ સ્પાયવેરએ WhatsApp સર્વર પર ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો અને વપરાશકર્તાઓના ઉપકરણો પર જાસૂસી સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું, જેનાથી તેમની વાતચીત અને ડેટા પર નજર રાખવાનું શક્ય બન્યું.
ઓકલેન્ડ, કેલિફોર્નિયા સ્થિત ડિસ્ટ્રિક્ટ જજ ફિલિસ હેમિલ્ટને વોટ્સએપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં NSOને હેકિંગ અને કોન્ટ્રાક્ટના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે હવે આ કેસમાં માત્ર વળતરના પ્રશ્ન પર જ સુનાવણી થશે.
વોટ્સએપના વડા વિલ કેથકાર્ટે આ નિર્ણયને "ગોપનીયતા માટે મોટી જીત" ગણાવ્યો હતો. "અમે આ કેસને સાબિત કરવામાં પાંચ વર્ષ ગાળ્યા કારણ કે અમે માનીએ છીએ કે જાસૂસી કંપનીઓ તેમની ગેરકાયદેસર ક્રિયાઓ માટે જવાબદારીમાંથી છટકી શકતી નથી," તેમણે કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે ગેરકાયદેસર દેખરેખને સહન કરવામાં આવશે નહીં અને WhatsApp હંમેશા લોકોની ગોપનીયતાની સુરક્ષા માટે પ્રયત્નશીલ રહેશે.
ભારતમાં પેગાસસ અને વોટ્સએપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. જો કે આ મામલો 2019થી સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ ગયા વર્ષે કેટલાક વિપક્ષી નેતાઓના ફોન પર Apple તરફથી મળેલા એલર્ટ બાદ ફરી ચર્ચામાં આવી હતી, પરંતુ હાલમાં ભારતમાં પેગાસસ કેસ સ્થગિત છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
