<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કેશોદઃદિકરીના ઘરે આટો દેવા ગયેલા પિતાનુ દરિયામાં ખેચાય જતા મોત

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૨૧ પોતાની એક માત્ર દિકરીના ઘરે આટો દેવા ગયેલા તાલુકાના પીપળી ગામના બાંધકામ કારીગરનું દરિયામાં ખેંચાય જતા મોત થયું હતું.

આદિથી સાત કિલોમીટર દૂર આવેલ તાલુકાના બાવાની પીપળી ગામમાં રહી બાંધકામ કારીગર તરીકે કામ કરતા શ્‍યામભાઇ જેઠાભાઇ રાવલિયા ઊ.વ.૬૦ પોતાની દિકરીના ઘરે માધવપુર ઘેડ ખાતે ગયા હતા ત્‍યારે માધવપુરના દરિયા કાંઠે ફરવા માટે ગયા હતા.આ દરમિયાન અચાનક એક મોજુ આવ્‍યુ હતું અને શ્‍યામભાઇ તેમાં ખેંચાય ગયા હતા નજીકના અન્‍ય લોકોએ આ દશ્‍ય જોતા તાત્‍કાલિક તેની મદદે પહોંચી શ્‍યામભાઇ ને બહાર લાવી સારવાર માટે સ્‍થાનિક દવાખાને લઇ ગયા હતા પરંતુ ત્‍યાં પહોંચતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

મૃત્‍યુ પામનાર શ્‍યામભાઇ પીપળીના ધાર વિસ્‍તાર માં રહેતા હતા અને એક સારા બાંધકામ કારીગર તરીકેની છાપ ધરાવતા હતા તેમના પત્‍નિનું મોટર સાયકલ અકસ્‍માતમાં અવશાન થયું હતું. જયારે પુત્રનું બ્‍લડ કેન્‍સરમાં અવશાન થયુ હતુ. અહિં તેઓ એકલાજ રહેતા હતા અને પોતાની એક માત્ર પુત્રી માધવપુર છે ત્‍યાં આટો દેવા ગયા હતા ત્‍યાં આ અકસ્‍માતમાં તેમનું પણ અવશાન થયું હતું પીપળીમાં હજુ તેમના બીજાભાઇ રહે છે પરંતુ શ્‍યામભાઇના પરિવારમાં હવે એકમાત્ર દિકરી અને એ પણ માધવપુર સાસરે  છે.

(10:02 AM IST)