<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા ધો.૧૦ના તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે સુપર ૪૦ પ્રોજેકટમાં પ્રવેશની તક

ધો.૧૧ સાયન્‍સમાં જવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓ માટે સુપર-૪૦ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટનું આયોજન

રાજકોટ, તા., ર૧:  શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ અને ગુજરાત સ્‍કૂલ ઓફ એક્‍સલન્‍સના સંયુક્‍ત ઉપક્રમે JEE & NEET ક્‍લિયર કરી વિદ્યાર્થીઓ IIT & AIIMSમાં પ્રવેશ મેળવવાનું પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે તે હેતુથી Super 40 પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્‍યમવર્ગના પરંતુ ભણવામાં હોશિયાર તેવા હાલ ધો.૧૦ બોર્ડમાં અભ્‍યાસ કરતા ૪૦ વિદ્યાર્થીઓને એન્‍ટ્રન્‍સ પરીક્ષા થકી મેરીટ મુજબ પસંદગી કરી પ્રવેશ આપવામાં આવશે. આ હોશિયાર બાળકોને ધો.૧૧ અને ૧૨ સાયન્‍સના બે વર્ષનું સ્‍કૂલિંગ નિઃશુલ્‍ક કરાવવામાં આવશે તેમજ તેઓ IIT (એન્‍જિનિયરિંગ) અને AIIMS (મેડિકલ)માં પ્રવેશ મેળવી શકે તે માટે JEE તથા NEET પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ભારતના શ્રેષ્ઠ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા નિઃશુલ્‍ક કરાવવામા આવશે.

SUPER 40 અંતર્ગત હાલ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તેમજ સમગ્ર ગુજરાતના ગુજરાતી માધ્‍યમ અને ઈંગ્‍લીશ મીડીયમના વિદ્યાર્થીઓ SUPER 40 એન્‍ટ્રન્‍સ પરીક્ષા આપી શકે છે.

આ પરીક્ષા રાજકોટ શહેરમાં ૨૯મી ડિસેમ્‍બર-૨૦૨૪ના  લેવાશે અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સિલેક્‍ટેડ શહેરમાં ૫મી જાન્‍યુઆરી ૨૦૨૫ના રોજ લેવામાં આવશે. તા.૨૯ ડીસેમ્‍બરના  લેવાનાર પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૪ ડીસેમ્‍બર રહેશે. તા.૫ જાન્‍યુઆરીના રોજ લેવાનાર પ્રવેશ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્‍બર રહેશે. www. super40rajkot.com વેબસાઈટ પર તેની તમામ માહિતી ઉપલબ્‍ધ છે. આ વેબસાઈટ ઉપર જઈ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે. શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીશ્રીઓ અને કમિટી મેમ્‍બર્સ દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્રને અપીલ કરવામાં આવે છે કે હાલ ધો.૧૦માં અભ્‍યાસ કરતા અને ધો.૧૦ બાદ સાયન્‍સ કરવા ઈચ્‍છુક તમામ વિદ્યાર્થીઓ સુપર ૪૦ પ્રોજેક્‍ટ માટે  રજીસ્‍ટ્રેશન કરાવો. સુપર ૪૦ પ્રોજેક્‍ટ અંતર્ગત લેવાનારી એન્‍ટ્રેન્‍સ પરીક્ષા પાસ કરી સુપર ૪૦ પ્રોજેક્‍ટના ભાગ બનવા એક યાદીમાં જણાવાયું છે.

(3:28 PM IST)