News of Saturday, 21st December 2024
GST કાઉન્સિલની બેઠક શરૂ : સામાન્ય જનતા પરથી ઘટશે મોંઘવારીનો બોજ !
સિગારેટ તમાકુ પર ૩૫ ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે : જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે

નવી દિલ્હી, તા.૨૧: GST કાઉન્સિલની એક મોટી બેઠક આજે શરૂ થઈ રહી છે. આ બેઠકમાં રોજબરોજની વસ્તુઓની સાથે કેટલીક વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શકયતા છે.આ બેઠક રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે.
આ બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે. મોંઘી ઘડિયાળો, પગરખાં અને કપડાં પર જીએસટી દરમાં વધારો થવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિગારેટ તમાકુ પર ૩૫ ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. એમ પણ માનવામાં આવે છે કે જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં ૧૪૮ વસ્તુઓ પર GST દરમાં ફેરફાર થઈ શકે છે.
બેઠકમાં એવિએશન ટર્બાઇન ફયુઅલ (ATF)ને GSTના દાયરામાં લાવવા પર ચર્ચા થઈ છે. તે જ સમયે, ટર્મ ઈન્સ્યોરન્સ સ્કીમ પર ૧૮ ટકા જીએસટીને સંપૂર્ણ નાબૂદ કરવા પર સર્વસંમતિ સાધવામાં આવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો અને અન્ય લોકો કે જેઓ ૫ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ખરીદે છે, તેમના પર GST નાબૂદ થઈ શકે છે. GST કાઉન્સિલ કેટલાક ઉત્પાદનો અને સેવાઓ પર છૂટ આપી શકે છે. કેટલીક વસ્તુઓ પર જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવી શકે છે. હવે આપણે જાણીએ કે કઈ વસ્તુઓ પર જીએસટી ઘટી શકે છે. સ્વિગી ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ પર GST દરમાં ફેરફાર થશે. તેને ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે.ઇલેક્ટ્રિક વાહનોની સાથે નાના પેટ્રોલ ડીઝલ વાહનોના વેચાણ પર જીએસટી ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવી શકે છે.૨૦ લીટર પેકેજ પીવાના પાણી પર જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવી શકે છે.૧૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પર ટેક્સ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનો પ્રસ્તાવ છે.એક્સરસાઇઝ નોટબુક પરના જીએસટી દરને ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનો પણ પ્રસ્તાવ છે. લક્ઝરી શૂઝ એટલે કે ૧૫,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના મોંઘા શૂઝ પરનો GST દર ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવામાં આવી શકે છે. લક્ઝરી ઘડિયાળો એટલે કે રૂ. ૨૫,૦૦૦થી વધુ કિંમતની ઘડિયાળો પર જીએસટી દર ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવાનો પ્રસ્તાવ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
