<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

નેપાળમાં ૪.૮ની તીવ્રતાનો ભૂકંપઃ કેન્‍દ્ર બિંદુ જુમલા જિલ્લા નજીક નોંધાયું

જાનમાલના નુકશાનના કોઈ અહેવાલ નથી

નવી દીલ્‍હી, તા.૨૧: આજે વહેલી સવારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્‍યો. જેની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૪.૮ મપાઈ હતી. નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજીથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ૩.૫૯ વાગ્‍યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ફફડી ગયા અને ઊંઘમાંથી ઊઠીને જ ઘર બહાર દોટ મૂકી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

૨૦ ડિસેમ્‍બરના રોજ સવારે ૧૦.૨૯ વાગ્‍યા સુધીના યુએસજીએસ અપડેટ મુજબ, જુમલાના ઉત્તર પヘમિમાં ૬૨ કિમી પヘમિમાં ૫ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેના કારણે આસપાસના જુમલા, દિપાયલ, દ્દલેખ, બિરેન્‍દ્રનગર અને દડેલધુરા સુધીના વિસ્‍તારોમાં આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજી અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર આ ભૂકંપનું કેન્‍દ્ર જુમલા જિલ્લામાં જમીનની નીચે ૧૦ કિમીની ઊંડાઇએ હતું. માહિતી અનુસાર ભૂકંપના આંચકા અનુભવાયા ત્‍યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે નવેમ્‍બર (૨૦૨૩)માં અહીં ૬.૪ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્‍યો હતો. આ ભૂકંપના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. ૧૫૦ થી વધુ લોકોના મોત થયા હતા. પશ્ચિમ નેપાળના જારકોટ અને રુકુમ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. ઘણા મકાનો ધરાશાયી થયા હતા જયારે ઘણા મકાનોમાં તિરાડો પડી હતી.

(10:45 AM IST)